AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity booster: વાયરસ-ફલૂથી દૂર રહેવા માટે આ 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરો

એન્ટી વાયરલ ફૂડ્સ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ચાલો જાણીએ કે, તમે તમારા આહારમાં કયા એન્ટિ-વાયરલ ખોરાકનો સમાવેશ કરી શકો છો.

Immunity booster: વાયરસ-ફલૂથી દૂર રહેવા માટે આ 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરો
વાયરસ-ફલૂથી દૂર રહેવા માટે આ 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 10:02 AM
Share

Immunity boost:મજબૂત રોગપ્રતિકારક શક્તિ તમને તમામ પ્રકારના વાયરલ, ફંગલ અને બેક્ટેરિયા ચેપથી રક્ષણ આપે છે.

એન્ટિ-વાયરલ ફૂડ્સ (Anti-viral foods) તમારી રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારે છે. ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં કયા એન્ટિ-વાયરલ ખોરાકનો સમાવેશ કરી શકો છો.

તુલસી

તુલસી (Tulsi) સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. તુલસીની ઘણી જાતો છે જે દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. તે બધામાં એન્ટિવાયરલ, અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે.

દરરોજ તુલસીના થોડા પાન ચાવવાથી તમારા શરીરને ઘણા ચેપ સામે લડવાની શક્તિ મળી શકે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે તુલસી (Tulsi)ના અર્કમાં એપીજેનિન અને ઉર્સોલિક એસિડ જેવા સંયોજનો હોય છે.

વરિયાળી

વરિયાળી (Fennel )માં ટ્રાન્સ-એનિથોલ હોય છે, જે વાયરસ સામે તદ્દન અસરકારક સાબિત થઈ શકે છે. તે એક લિકરિસ-ફ્લેવર્ડ પ્લાન્ટ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાયરલ ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે.

વરિયાળીમાં વિટામિન એ (Vitamin A), વિટામિન સી અને બીટા કેરોટિનથી પણ ભરપુર છે. તે તેની રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો માટે જાણીતું છે. આહારમાં વરિયાળીનો સમાવેશ કરવાથી શ્વસનતંત્રને સાફ કરે છે.

લસણ

લસણ (Garlic)નો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે કરવામાં આવે છે. તે ઘણા પ્રકારના વાયરસ અને ફલૂ સામે અસરકારક છે.

લસણના શક્તિશાળી આરોગ્ય લાભો એલિસિન નામના સંયોજનની ને કારણે છે.લસણ (Garlic) એ  ઓર્ગેનોસલ્ફર સંયોજનોનો કુદરતી અને સમૃદ્ધ સ્ત્રોત છે જેમ કે ક્વેર્સેટિન અને એલીસિન જે એન્ટિવાયરલ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને ચેપનું જોખમ ઘટાડે છે.

આદુ

આદુ (Ginger)એક સુપરફૂડ છે જે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય બિમારીઓની સારવાર કરે છે. આ જડીબુટ્ટીના અસરકારક એન્ટિવાયરલ (Antiviral), એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો વાયરલ અને ફલૂમાં અસરકારક છે.

આ ઉપરાંત આદુમાં જીંજરોલ અને ઝિંગરોન જેવા ગુણધર્મો પણ છે જે શરીરમાં વાયરસના વિકાસને અટકાવે છે. આદુની ચા અને આદુ(Ginger)ની ગોળીઓ ગળા માટે સારી છે અને માથાનો દુખાવો દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

હળદર

સામાન્ય રીતે હળદર (Turmeric)શાકમાં વપરાય છે, હળદર ઓષધીય ગુણોથી સમૃદ્ધ છે. આમાંથી સૌથી મહત્વનું કર્ક્યુમિન છે. હળદરમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટિવાયરલ ગુણધર્મો છે.

હળદર (Turmeric) વાયરસને દૂર કરવામાં અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે તમારા આહારમાં આ પોષક તત્વોથી ભરપૂર મસાલાને સમાવવા માટે હળદરના પાવડરનો ઉપયોગ કરી શકો છો.

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો : Food Tips :પેટને સ્વસ્થ રાખવા માટે આ વાનગીઓનું સેવન કરી શકો છો

g clip-path="url(#clip0_868_265)">