Food Tips :પેટને સ્વસ્થ રાખવા માટે આ વાનગીઓનું સેવન કરી શકો છો
ઓછા તેલ અને મસાલા સાથેની વાનગીઓ તમારા પેટ માટે જ નહીં પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે. તમે કઈ વાનગીઓ ખાઈ શકો છો.
Food Tips : ઘણી વખત ઓઈલી અને તીખી વાનગી (recipe)ઓ ખાધા પછી કંટાળી જાયે છે. મસાલેદાર ખોરાક ખાવાથી ક્યારેક પેટ પણ ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ઘણી રીતે હળવી વાનગીઓનું સેવન કરી શકો છો. જેમાં બહુ ઓછા મસાલા વપરાય છે. તે તમારા પેટ માટે જ નહીં પણ તમારા સ્વાસ્થ્ય (Health)માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે, તમે કઈ વાનગીઓ ખાઈ શકો છો.
દહી ચોખા
આ એક ખૂબ જ સરળ દક્ષિણ ભારતીય વાનગી (South Indian dish) છે જે મિનિટોમાં બનાવી શકાય છે. આ પેટ માટે ખૂબ જ સારું છે. આ માટે વધારે રાંધેલા ચોખામાં દહીં, થોડું મીઠું ઉમેરો અને તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘી અને મસાલાને ગરમ કરો. તમે તેને દાડમથી સજાવટ કરી શકો છો.
ખીચડી
જ્યારે તમને પેટ ખરાબ હોય ત્યારે ખીચડી (Khichri) ખાવી ખૂબ જ સારી છે. આ પેટમાં ખૂબ જ સારી છે. તેથી તમેને મરડા બાદ નબળાઇ દૂર કરવા માટે તેનું સેવન કરી શકો છો.
આ માટે, ચોખા અને દાળ થોડું મીઠું અને હળદર ઉમેરી એકસાથે પકાવી લો. તમે સ્વાદ વધારવા માટે મીઠું, લીંબુ, સમારેલી ડુંગળી અને અથાણાં સાથે કેટલાક બાફેલા બટાકા પણ ખાઈ શકો છો.
ભીના ચોખા
જો પેટ ખરાબ છે તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ વાનગી બનાવવી એકદમ સરળ છે. આ માટે એક કૂકરમાં 2 કપ પાણી અને અડધો કપ ચોખા (Rice)મૂકો. એક ચપટી મીઠું ઉમેરો અને તેને 3 સીટી વગાડવા દો. કૂકર ખોલો અને ચોખા વધુ મેશ કરો. તેને અથાણા સાથે ગરમાગરમ સર્વ કરો.
ચુડા દહી
ચુડા દહી બિહારની રેસિપી છે.તમે નાસ્તામાં ચુડા દહીની મજા પણ માણી શકો છો. એક કપ દહીંમાં 1 કપ ચુડા (ચોખાના પૌઆ) મિક્સ કરો. તમે ઇચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરો આ બનાવવા માટે ખૂબ જ સરળ છે. આ નાસ્તો ખૂબ જ આરોગ્યપ્રદ (Healthy) છે.
ઇડલી
ઇડલી બનાવવા માટેનું બેટર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને તેને ઇડલી મેકરમાં મૂકો. ઈડલીઓને વરાળમાં પાકવા દો.તેના પર થોડું ઘી નાખો અને આનંદ માણો. ઇડલીમાં કેલરી ઓછી હોય છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશના shakib al hasan ને મળ્યો પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ, 3 ભારતીય ખેલાડીને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે