ગમે ત્યારે તમારી આંખ ફરકે છે? કેટલું શુભ-અશુભ છે આંખોનું ફરકવું? જાણો 5 કારણો અને 5 ઉપાયો

જ્યારે પણ આપણી આંખ ફરકે ત્યારે મનમાં વિચાર આવે કે એ સારો સંકેત છે કે પછી કંઈક ખોટું થવાનું છે. અને પછી તરત એમ વિચારીએ કે કઈ આંખ ફરકી, ડાબી કે જમણી. આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો […]

ગમે ત્યારે તમારી આંખ ફરકે છે? કેટલું શુભ-અશુભ છે આંખોનું ફરકવું? જાણો 5 કારણો અને 5 ઉપાયો
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:23 AM

જ્યારે પણ આપણી આંખ ફરકે ત્યારે મનમાં વિચાર આવે કે એ સારો સંકેત છે કે પછી કંઈક ખોટું થવાનું છે. અને પછી તરત એમ વિચારીએ કે કઈ આંખ ફરકી, ડાબી કે જમણી.

આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો મળતા હોય છે, તે પ્રમાણે અંગોનું ફરકવું પણ એ જ સૂચક છે. અલગ અલગ શાસ્ત્રોમાં તેને લઈને અલગ અલગ વાતો થતી રહે છે. કોઈ તેને શુભ કહે છે તો કોઈ અશુભ હોવાનો સંકેત આપતી હોવાની વાતો કરે છે.

તો સાથે જ આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે આ બધું સ્ત્રી-પુરૂષ માટે અલગ અલગ મતલબ ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે આંખો કેમ ફરકે છે? તેની પાછળના ખરેખર કયા કારણો છે?  આંખો ફરકે તે પાછળ વિજ્ઞાન શું કહે છે?

આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો

શું કહે છે વિજ્ઞાન?

આંખો ફરકે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ હોય છે નેત્રચ્છદાકર્ષ. એક શોધમાં વૈજ્ઞાનિકોએ આંખો ફરકવાના ઘણાં કારણો કહ્યાં છે.

થાક

જ્યારે તમે થાકેલા હોવ કે પછી આંખ ભારે થઈ ગઈ હોય તો તેના કારણે આંખો ફરકે છે અને તેનો અર્થ થાય કે હવે આપણે આરામ લેવાની જરૂર છે. થોડી વાર ઉંઘવાની જરૂર છે.

તણાવ

તણાવની સ્થિતિમાં આપણું મગજ એવું કામ કરે છે કે આપણે સમજી નથી શકતા અને આ દરમિયાન જ માંસપેશીઓ સંબંધિત સમસ્યા થાય તો આંખ ફરકે છે. જો લાંબા સમયથી આંખ ફરકે તો આંખોની તપાસ જરૂરથી કરાવી લો. તણાવની સ્થિતિમાં ઘણી વખત શરીરના અંગો યોગ્ય રીતે કામ ન કરે તેવું બને અને તે કારણે પણ આંખો ફરકી શકે છે.

નબળી આંખો

ઘણી વખત આંખો નબળી થઈ હોય કે આંખોમાં સરખી રોશની ન રહેતી હોય તો આંખો ફરકવા લાગે છે.

આંખો સૂકાઈ જવી

આ શોધમાં સામે આવ્યું કે લાંબા સમય સુધી કમ્પ્યૂટર સામે બેસીને કામ કરવાથી આંખો સૂકાઈ જાય છે અને તેનું પાણી સૂકાઈ જાય છે જેના કારણે આંખો ફરકવાની શરૂ થાય છે. અને એટલે જો કમ્પ્યૂટર પર કામ કરતા હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લો તે ખૂબ જરૂરી છે.

દારૂનું સેવન

શોધમાં એમ પણ કહેવાયું કે જો વધારે પડતા દારૂનું સેવન કરો તો પણ આંખો ફરકવાનું શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો: વિક્સ વેપોરબથી માત્ર શરદી નહીં, પરંતુ સ્ટ્રેચમાર્ક્સ અને વધેલું વજન પણ થઈ જશે છૂમંતર!

ઘણાં કારણો આવ્યા સામે

એટલે આમ જોઈએ તો આંખો ફરકવી એલે માંસપેશીઓનું અનૈચ્છિક સંકોચન. તેનું મુખ્ય કારણ તણાવ હોય છે. એ ઉપરાંત, આંખો પર દબાણ, થાક, સૂકાઈ ગયેલી આંખો પણ કારણ છે. જો તમે પૂરતી ઉંઘ નથી લેતા, કૈફીન કે દારૂનું વધારે સેવન કરો છો, ઓછી લાઈટમાં કામ કર્યા કરો છો કે સળંગ કમ્પ્યૂટર સામે કામ કર્યા કરો છો તો આંખો ફરકવા લાગે છે. ઉપરાંત, એમ પણ કહેવાય છે કે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય તો પણ આંખોમાં સમસ્યા સર્જાઈ શકે છે.

ઘણી વખત માંસપેશીઓમાં જાતે જ ખેંચાણ છે અને રિલીઝ થવાની પ્રક્રિયા થાય છે. એવી સ્થિતિમાં લોહીના પ્રવાહ પર અસર પડે છે. માંસપેશીઓમાં ધપ-ધપ જેવી પ્રક્રિયા થવા લાગે છે અને આપણને બહારથી ફફડાટ જેવો અનુભવ થાય છે.

આંખો ફરકે ત્યારે શું કરશો?

આંખો ફરકવાનો અર્થ છે કે તમારે આરામની જરૂર છે. આમ તો તેનાથી કોઈ નુક્સાન નથી પરંતુ તેને રોકવા આ કેટલાક ઉપાયો ટ્રાય કરી શકો છો.

  • જ્યારે આંખો ફરકે તો તરત જ જોરથી આંખોના પલકારા મારો. આંખો ખોલો અને શક્ય હોય તેટલી આંખો ખોલો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી આંખોમાંથી પાણી ન નીકળે. પરંતુ આ ક્રિયા કરવાથી જો આંખો દુખવા લાગે તો તરત રોકી દો.
  • તમારી વચ્ચેની આંગળીથી આંખના નીચેના ભાગે 30 સેકન્ડ સુધી સર્કલમાં મસાજ કરો. તેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
  • આંખોને એક મિનિટ સુધી જોસથી બંધ કરો અને ઢીલી છોડી દો. આંખ ખોલતા પહેલા તેમ 3 વાર કરો.
  • આંખો ફરકે ત્યારે આંખોના પોપચાને 30 સેકન્ડ્સ સુધી ઝપકાવતા રહો. તેનાથી માંસપેશીઓને આરામ મળે છે.
  • આંખોને ફરકતી રોકવા એક અન્ય ઉપાય એ પણ થઈ શકે કે રૂ કે કાગળનો કોઈ ટુકડો આંખોના પોપચા ઉપર મૂકી દો. આમ કરવાથી આંખો ફરકવાનું બંધ કરી દેશે.

[yop_poll id=533]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">