ઉકાળા અને દવા સિવાય પણ મેળવી શકાય છે સ્ટ્રોંગ ઇમ્યુનિટી, બસ લાવો આ બદલાવ

કોરોનાનો સમય હોય કે તે પહેલાનો સમય, સ્વસ્થ જીવન દરેક જીવવા માંગે છે. પણ આજના આ સમયમાં હેલ્ધી લાઈફ જીવવા માટે સ્ટ્રોંગ ઇમ્યુનિટી હોવી પણ ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી કોઈપણ બીમારીનો ખતરો ટળી જાય છે. આ વાયરસથી બચવા માટે દરેક કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. આ વાયરસનું સંક્રમણ કમજોર ઇમ્યુનિટીવાળાને વધારે થાય […]

ઉકાળા અને દવા સિવાય પણ મેળવી શકાય છે સ્ટ્રોંગ ઇમ્યુનિટી, બસ લાવો આ બદલાવ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 12, 2020 | 4:29 PM

કોરોનાનો સમય હોય કે તે પહેલાનો સમય, સ્વસ્થ જીવન દરેક જીવવા માંગે છે. પણ આજના આ સમયમાં હેલ્ધી લાઈફ જીવવા માટે સ્ટ્રોંગ ઇમ્યુનિટી હોવી પણ ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી કોઈપણ બીમારીનો ખતરો ટળી જાય છે. આ વાયરસથી બચવા માટે દરેક કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. આ વાયરસનું સંક્રમણ કમજોર ઇમ્યુનિટીવાળાને વધારે થાય છે. તેવામાં હેલ્ધી ડાયેટ ફોલો કરવું ખૂબ જરૂરી છે. અને ઇમ્યુનિટી વધારવા માટે ફક્ત ઉકાળો કે દવા લેવાની જરૂર નથુ. જીવનશૈલીમાં બદલાવ લાવીને પણ ઇમ્યુનિટી મજબૂત કરી શકાય છે.

અમેરિકન એકેડમી ઓફ સ્લીપ મેડિસિન લોકોને રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. અને જો તમારી તબિયત ખરાબ છે તો તમને વધારે ઊંઘની જરુર છે. તમે જેટલી ઊંઘ લો છો તેના કરતાં બે કલાક વધારે ઊંઘ લેવી જરૂરી છે. જે લોકો રાત્રે ફક્ત 5 કે 6 કલાક ઊંઘે છે તેમનામાં કોઈપણ વાયરસના સંક્રમણનો ખતરો વધુ રહેલો છે. પુરી ઊંઘ લેવાથી શરીરમાં સાઈટોકીન નામનો હોર્મોન પેદા થાય છે, જે ઇમ્યુનિટી મજબૂત કરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દારૂ અને ધુમ્રપાનથી દુર રહેવું જોઈએ. આલ્કોહોલ રિસર્ચ જનરલમાં છપાયેલા એક સંશોધન પ્રમાણે વધારે દારૂ પીવાથી ઇમ્યુનિટીમાં અડચણ આવે છે. તેનાથી વાયરસ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તે જ રીતે ધૂમ્રપાનથી પણ ફેફસા બગડી જાય છે. અને મહામારીમાં ફેફસાનું મજબૂત અને હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરમાંથી કાર્ટીસોલ હોર્મોન નીકળે છે. અને જ્યારે શરીરમાં આ હોર્મોન વધી જાય છે ત્યારે શરીરમાં રહેલા ટીસયુઝ તેની સંવેદનશીલતા ગુમાવી દે છે, જેના કારણે ઇમ્યુનિટી કમજોર થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">