Summer Tips : ઉનાળામાં ઠંડા-ઠંડા કુલ-કુલ રહેવા માટે કરો રસોડામાં મળી જતા આ મસાલાઓનો ઉપયોગ

Summer Tips :બળબળતી બપોરમાં ઠંડક મેળવવા માટે આપણે ઘણા ઉપાયો અજમાવીએ છીએ. કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવે છે તો કોઈક બરફના પહાડો સર કરવા પ્રવાસે નીકળી જાય છે. પણ કોરોના કાળમાં ન તો તમે સ્વિમિંગપુલમાં જઇ ઠંડક મેળવી શકો છો અને ન તો ઠંડા સ્થળે પ્રવાસે જઇ શકો છો.

Summer Tips : ઉનાળામાં ઠંડા-ઠંડા કુલ-કુલ રહેવા માટે કરો રસોડામાં મળી જતા આ મસાલાઓનો ઉપયોગ
ઉનાળા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 11, 2021 | 3:46 PM

Summer Tips :બળબળતી બપોરમાં ઠંડક મેળવવા માટે આપણે ઘણા ઉપાયો અજમાવીએ છીએ. કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવે છે તો કોઈક બરફના પહાડો સર કરવા પ્રવાસે નીકળી જાય છે. પણ કોરોના કાળમાં ન તો તમે સ્વિમિંગપુલમાં જઇ ઠંડક મેળવી શકો છો અને ન તો ઠંડા સ્થળે પ્રવાસે જઇ શકો છો.

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. અને તેવામાં તમે ફક્ત ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં જો તમને ગરમીથી પરેશાન છો તો અમે તમને બતાવી રહ્યા છે એવા ઉપાયો. જેના સેવનથી તમને ઘરે બેઠા બેઠા ઠંડકનો અનુભવ થઈ શકે.

સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં શરબત, લસ્સી રાયતા અને ઠંડા સલાડ આપણા દૈનિક આહારમાં નિયમિત રૂપથી સમાવેશ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનો વપરાશ કરવાથી આપણને ગરમી સામે રક્ષણ મળે છે. રસોડામાં રહેલા આ મસાલાઓ વિશે આયુર્વેદમાં પણ જાણકારી આપવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોથમીર : કોથમીરનો પ્રયોગ આમ તો દરેક મોસમમાં કરવામાં આવે છે. કોથમીર ફક્ત આપણી શાકભાજીનો સ્વાદ સારો નથી બનાવતા પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કોથમીરના સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે સાથે જ તેના પાંદડાથી પરસેવાની દુર્ગંધ પણ દૂર થાય છે.

લીલી ઈલાયચી : લીલી ઇલાયચીનો ઉપયોગ મુખવાસના રૂપમાં કરવામાં આવે છે જેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં ખનીજ પદાર્થ હોય છે. તેમાં ફાઈબર પણ હોય છે. જેનાથી ગરમીમાં થનારી એસીડીટી, છાતીમાં બળતરા, કબજિયાત જેવી પ્રોબ્લેમને દૂર કરી શકાય છે.

ફુદીના : ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં આ એક ઔષધિ છે જેનો ઉપયોગ પણ તમામ જડીબુટી માં કરવામાં આવે છે. ગરમીમાં લોકોને એસીડીટી, છાતીમાં બળતરા અને ગેસ જેવી સમસ્યાનો શિકાર થાય તેવા માં પુદીનાના ઉપયોગ ફાયદાકારક છે.

હળદર : કોરોનામાં હળદરના કોગળા અને હળદર વાળા દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ખૂબ જ ઝડપથી મળી જતી હળદર એક એવી સામગ્રી છે, જેનો વપરાશ શિયાળામાં તો ખરો જ પરંતુ ગરમીની સિઝનમાં પણ વાનગીઓમાં કરવામાં આવે છે. તે શરીર માં દુખાવા અને સોજાને ઓછો કરવાની સાથે-સાથે લીવર માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

વરિયાળી : વરિયાળીનો પ્રયોગ બધા જ લોકો ખાધા પછી માઉથ ફ્રેશનર માટે કરે છે. રેસ્ટોરેન્ટમાં ભોજન પછી તમને વરિયાળી આપવામાં આવે છે. વરિયાળીમાં વિટામિન સી હોય છે જે તમને ઠંડક આપે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">