AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘લૂ’ લાગવી એટલે શું? ઉનાળામાં લૂ લાગવાથી મોત કેમ થાય છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ?

જ્યારે શરીરમાં પાણીની અછત વર્તાય છે ત્યારે ડી-હાઈડ્રેશનની સમસ્યા ઉભી થાય છે અને તેના લીધે શરીરમાં પરસેવો આવવાનું પણ બંધ થઈ જાય છે. ખાસ કરીને આપણે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ લૂ લાગવાથી તેઓ બેભાન થઈ ગયા પણ ખરેખર ક્યાં કારણે લૂ લાગે છે અને તેમાં ક્યું કારણ મુખ્ય રીતે જવાબદાર છે તે જાણીશું. આ […]

'લૂ' લાગવી એટલે શું? ઉનાળામાં લૂ લાગવાથી મોત કેમ થાય છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ?
| Updated on: May 19, 2019 | 10:29 AM
Share

જ્યારે શરીરમાં પાણીની અછત વર્તાય છે ત્યારે ડી-હાઈડ્રેશનની સમસ્યા ઉભી થાય છે અને તેના લીધે શરીરમાં પરસેવો આવવાનું પણ બંધ થઈ જાય છે. ખાસ કરીને આપણે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ લૂ લાગવાથી તેઓ બેભાન થઈ ગયા પણ ખરેખર ક્યાં કારણે લૂ લાગે છે અને તેમાં ક્યું કારણ મુખ્ય રીતે જવાબદાર છે તે જાણીશું.

આ પણ વાંચો: જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?

ઉનાળાની ઋતુમાં ખાસ કરીને લૂ લાગવાના કિસ્સાઓ વધી જાય છે અને તેના લીધે હોસ્પિટલમાં પણ ધસારો વધે છે. લૂ લાગવાના લક્ષણોમાં વાત કરીએ તો શરીરમાં સતત ભારેપણું વર્તાય છે. આ ભારેપણું વર્તાવાનું કારણ એ છે કે આપણાં શરીરમાં લોહીનું પરિભ્રમણ જલદી થાય છે. શરીરમાં શ્વાસની પ્રક્રિયા વધી જાય છે એટલે કે હાંફ ચડે છે અને તેના લીધે આખું શરીર તૂંટી રહી હોય તેવું લાગે છે. અચાનક તાવ આવી જાય છે અને આંખોમાં બળતરા થવા લાગે છે એ પણ લૂ લાગવાના જ લક્ષણો ગણવામાં આવે છે.

લૂ લાગવાથી કેમ મોત નીપજે છે?

ઉનાળાની ઋતુમાં ખાસ કરીને એવા સમાચારો પણ મળતાં હોય છે લૂ લાગવાથી મોત થયું. જ્યારે લોકો ઘરની બહાર નીકળે ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય અને તેના લીધે જ શરીરના મહત્ત્વપૂર્ણ અંગો કામ કરવાનું બંધ કરી દે છે જેથી લોકોના લૂ લાગવાથી મોત નીપજવાની ઘટના બને છે.

શરીરનું તાપમાન સામાન્ય હોય ત્યારે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને જ્યારે તાપમાન વધારે હોય અને બહાર ફરવા જાવાનું થાય ત્યારે ડિહાઈડ્રેશન થવાની ઘટના બને છે. જ્યારે શરીરનું તાપમાન 42 ડિગ્રીથી વધારે થઈ જાય ત્યારે લોહી પણ ગરમ થવા લાગે છે અને તેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

ક્યારેક બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઉભી થાય છે. આના કારણે જ શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને અંતે મોત નીપજે છે. આમ ઉનાળાની ઋતુમાં સારુ પાણી પીવું જોઈએ જેના લીધે શરીર ઠંડુ રહે અને લૂ લાગે નહીં. જો જરુર પણ ના હોય તો બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ. શરીરનૂી કાળજી રાખવામાં આવે તો લૂ લાગવાથી બચી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">