Broccoli તમારા માટે ખાવું ખુબ જરૂરી છે? જાણો શું છે કારણ

બ્રોકોલી (Broccoli) લીલી શાકભાજી છે. જે કોબી અને ફલાવર જેવી લાગે છે. બ્રોકોલીમાં (Broccoli) એ વિટામિન, ખનિજો, ફાઈબર, બાયોએક્ટિવ સંયોજનો અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર પોષક તત્વોનો ખજાનો છે.

Broccoli તમારા માટે ખાવું ખુબ જરૂરી છે? જાણો શું છે કારણ
બ્રોકોલી
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 19, 2021 | 11:08 PM

બ્રોકોલી (Broccoli) લીલી શાકભાજી છે. જે કોબી અને ફલાવર જેવી લાગે છે. બ્રોકોલીમાં (Broccoli) એ વિટામિન, ખનિજો, ફાઈબર, બાયોએક્ટિવ સંયોજનો અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર પોષક તત્વોનો ખજાનો છે. બ્રોકોલીને કાચી અથવા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. વિટામિન સીથી ભરપૂર બ્રોકોલી કાચી અને પાકેલી બંને રીતે સ્વાસ્થ્ય માટે સારી છે.

બ્રોકોલી ખાવાના ફાયદા

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બ્રોકોલીમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબરથી ભરપૂર છે જે પાચનમાં મદદ કરે છે, કબજિયાત અટકાવે છે. બ્લડ શુગર લેવલને પૂરું કરે છે. વજન ઘટાડવા માટે બ્રોકોલી બેસ્ટ ઓપશન છે. બ્રોકોલીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે. બ્રોકોલીમાં કેલ્શિયમ અને વિટામિન ભરપૂર પ્રમાણમાં છે. બ્રોકોલીનું સેવન હાડકાના સ્વાસ્થ્ય અને ઓસ્ટિઓપોરોસિસને રોકવા માટે મહત્વપૂર્ણ છે. કેલ્શિયમની સાથે બ્રોકોલીમાં મેગ્નેશિયમ, ઝીંક અને ફોસ્ફરસ જેવા અન્ય પોષક તત્વો પણ ભરપુર હોય છે. આ શાકભાજી બાળકો, વૃદ્ધો માટે ખૂબ જ યોગ્ય છે.

ત્વચાની સંભાળ એ ફક્ત ત્વચાની ગ્લોથી જ નથી પરંતુ તંદુરસ્ત રહેવું પણ મહત્વપૂર્ણ છે. એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન સી અને કોપર, ઝીંક જેવા ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને ચેપ લાગવાથી બચાવે છે અને ત્વચાની કુદરતી ગ્લોને પુનઃસ્થાપિત કરે છે. બ્રોકોલીમાં વિટામિન કે, એમિનો એસિડ્સ અને ફોલેટ ભરપૂર હોય છે. આ બધા તંદુરસ્ત ત્વચાની પ્રતિરક્ષામાં ફાળો આપે છે.

બ્રોકોલીમાં બીટા કેરોટિન, વિટામિન એ, ફોસ્ફરસ, વિટામિન બી કોમ્પ્લેક્ષ, વિટામિન સી અને ઈ શામેલ છે. આ તમામ સમૃદ્ધ પોષક તત્ત્વો તમારી આંખના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને આંખોને મોતિયા સામે રક્ષણ આપે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">