AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્યાહન ભોજનમાં વધુ એક બેદરકારી, આણંદની 17 શાળાઓમાં આવા સડેલા અનાજ અને તેલમાંથી બનેલું અપાય છે ભોજન, જુઓ VIDEO

રાજ્યમાં એક  તરફ મધ્યાહન ભોજન સંચાલકો પાસે પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો ન હોવાના અહેવાલો છે બીજી તરફ જે આણંદ જીલ્લામાં અનાજના જથ્થો  છે તે બાળકોના સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ નથી તેવી ઘટના બહાર આવી છે. આણંદ શહેરના મધ્યમાં આવેલી આણંદ કન્યા શાળા નંબર ૨ની આ વાત છે. પાલિકા સંચાલિત આ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રનું રસોડું આવેલું […]

મધ્યાહન ભોજનમાં વધુ એક બેદરકારી, આણંદની 17 શાળાઓમાં આવા સડેલા અનાજ અને તેલમાંથી બનેલું અપાય છે ભોજન, જુઓ VIDEO
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 13, 2019 | 11:44 AM
Share

રાજ્યમાં એક  તરફ મધ્યાહન ભોજન સંચાલકો પાસે પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો ન હોવાના અહેવાલો છે બીજી તરફ જે આણંદ જીલ્લામાં અનાજના જથ્થો  છે તે બાળકોના સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ નથી તેવી ઘટના બહાર આવી છે.

આણંદ શહેરના મધ્યમાં આવેલી આણંદ કન્યા શાળા નંબર ૨ની આ વાત છે. પાલિકા સંચાલિત આ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રનું રસોડું આવેલું છે જ્યાં આણંદ પાળિયા સંચાલિત ૧૭ સ્કૂલોનું મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે બાળકો માટે જે ભોજન અહીં બનાવવામાં આવે છે તેનો કાચો માલ, ઘઉં, ચણા સડેલી હાલતમાં હોવા છતાં પણ બાળકો માટે આ જ જથ્થામાંથી ભોજન બનાવવામાં આવી રહ્યું છે.
તેલના ત્રણ દિવસ ચાલે તેટલા જથ્થાના ડબ્બા પરના લેબલો પણ સંચાલક દ્વારા ઉખેડી નાખવામાં આવ્યા છે. જોકે, સમગ્ર મામલે ટીવી ૯ ટીમ દ્વારા રીઆલિટી ચેક કરવામાં આવતા સંચાલક દ્વારા પોતાની બેદરકારી છૂપાવવાના ભરપુર પ્રયાસ કરવામાં આવ્યા.
આ અંગે રસોડાના સંચાલક જયશ્રીબેન ઠાકોરના સસરા વિનુભાઈ ઠાકોરનું કહેવું છે,
“મૂળ સંચાલક એટલે કે જયશ્રીબેન લગ્નપ્રસંગમાં ગયા છે. અને આ કંઈ સડેલું અનાજ નથી પણ સામાન્ય છે. તેલનો ડબ્બો પણ તમારી સામે ખોલ્યો છે. અમે તો સાફ કરીને આપીએ છીએ. 10 જેટલા લોકો સફાઈ કરે છે, અને રસોઈ કરતી વખતે પણ સફાઈ કરીએ છીએ.”
જોકે વિનુભાઈ કહી રહ્યાં છે તેની સાથે આ રસોડામાં જોવા મળતાં દ્રશ્યો તાલમેળ નથી કાઈ રહ્યાં. બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી છે. જોકે જીલ્લા મધ્યાહન ભોજનના નાયબ કલેકટર તો પોતાની ચેમ્બરમાં ગેરહાજર જોવા મળ્યા પણ સાથે સાથે કચેરીના અન્ય કમર્ચારીઓ પણ ગેરહાજર જોવા મળ્યા.
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચાલુ કચેરી સમયે અધિકારી અને કર્મચારીઓ કચેરીમાં ગેરહાજર રહી કઈ રીતે પોતાની ફરજો નિભાવતા હશે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત કરે છે. બીજી તરફ સ્કૂલના આચાર્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે  સરકાર દ્વારા નવુ મેન્યૂ તો બહાર પાડી દેવાયું છે પણ મધ્યાહન ભોજનના નાયબ કલેકટર અને અધિકારીઓ આ મેન્યૂનો અમલ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે.

જુઓ VIDEO:

સ્કૂલના આચાર્ય કલ્પના પંચાલનું કહેવું છે કે નવા મેન્યૂની કોઈ વસ્તુ આ બાળકોને નથી મળી. 2018-19માં નવા મેન્યૂનો હજી સુધી અમલ નથી કરાયો અને એટલે તેમણે લેખિતમાં ફરિયાદ પણ કરી છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી બાળકોના સ્વાસ્થ્ય પર સીધી અસર પાડે છે જે બિલકુલ ચલાવી ન લેવાય.
[yop_poll id=1378]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">