Health Tips : કોરોના કાળમાં અસ્થમાના દર્દીઓએ આ રીતે સાચવવી તબિયત

Health Tips : કોરોના કાળમાં પહેલાથી કોઇ બીમારીથી પીડાતા હોય એવા લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને જે લોકો શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડિત હોય એમણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

Health Tips : કોરોના કાળમાં અસ્થમાના દર્દીઓએ આ રીતે સાચવવી તબિયત
અસ્થમાના દર્દીઓનું આ રીતે રાખો ધ્યાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 21, 2021 | 5:12 PM

Health Tips : કોરોના કાળમાં પહેલાથી કોઇ બીમારીથી પીડાતા હોય એવા લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને જે લોકો શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડિત હોય એમણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. અસ્થમા (Asthma) પણ એવો જ એક રોગ છે, જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

આ શ્વસનતંત્રને લગતી બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે શ્વાસ નળીમાં કોઈ અડચણ પેદા થાય છે. કફ અથવા એલર્જીને કારણે પણ શ્વાસ લેવામાં તકલીફ પેદા થઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આવા દર્દીએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે : નિષ્ણાતોનું માનવું છે કે રેસ્પિરેટરી વાયરસ અસ્થમાના દર્દીઓને લક્ષણોને વધુ બદતર કરી શકે છે. જેમનો અસ્થમા અનિયંત્રિત હોય તેમના ફેફસામાં પહેલાથી સોજો હોય છે. એવામાં કોરોનાથી આવા દર્દીઓને ન્યુમોનિયા, ફાઈબ્રોસીસ અને શ્વસનતંત્રને લગતી અન્ય બીમારીઓ ની જોખમ રહે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અસ્થમાના લક્ષણો અસ્થમાના ( Asthma ) દર્દીઓને સામાન્ય રીતે શરદી-ઉધરસ અને બેચેનીનો અનુભવ થાય છે. આ ઉપરાંત હાફ ચડવો, શ્વાસોશ્વાસ ખૂબ જ ઝડપી થઈ જવા,શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ લેતી વખતે ઘરઘરાટી થવી વગેરે આ બીમારીના લક્ષણો છે.

આવો ડાયટ અપનાવો : અસ્થમાના ( Asthma ) દર્દીઓએ પોતાના ડાયટમાં ગાજર,પાલક, હળદર, લસણ, આદુ અને કાળા મરી જેવા ખાદ્ય પદાર્થો સામેલ કરવા જોઇએ.તેમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો મળે છે જે અસ્થમા સામે લડવામાં મદદ કરે છે.

આટલી ચીજોથી રાખો અંતર : અસ્થમાના દર્દીઓ એ દૂધ અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત ઈંડા, બદામ, માછલી, તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પણ બચવું જોઈએ.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">