Health Tips : આયુર્વેદમાં દહીને (Curd) અમૃત માનવામાં આવ્યું છે જે ઘણી રીતે લાભકારક છે. હેલ્ધી આહારની સાથે જો એક વાડકી મલાઈદાર દહીં (Curd) લેવામાં આવે તો ભોજનની મજા બમણી થઇ જાય છે. દહીમાં કેલ્શિયમ, વિટામીન બી 12,મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર હોય છે.
તે આપણી હેલ્ધી ડાયટનું સુપર ફૂડ છે.જેના સેવનથી આપને તમામ રીતના સ્વાસ્થ્યના લાભો મળે છે. પરંતુ જો તેનું સાચી રીતે સેવન ન કરીએ તો તે આપણી મુશ્કેલી વધારી શકે છે.
ઘણા ઓછા લોકો જાણે છે કે દહીં અને કેટલીક ખાદ્ય વસ્તુઓ સાથે નહીં ખાવું જોઈએ.આજે અમે તમને એવી 6 વસ્તુઓ બતાવીશું જેનું સેવન તમારે દહીં સાથે ન કરવું જોઈએ.
જો તમે ક્યારેક સ્વાદ ના ચક્કરમાં આ છ ફૂડ આઈટમ સાથે દહી નું સેવન કર્યું છે. તો તે શરીરમાં ટોક્સિન વધારવાનું કામ કરે છે.જેનાથી ઇમ્યુનિટી કમજોર થાય છે.
દહીં અને કાંદા ઘણા લોકો ગરમીની સિઝનમાં દહી નુ રાયતુ ખાવાનું પસંદ કરે છે. પરંતુ વાસ્તવમાં આ આદત બદલવી જોઈએ. કારણ કે ખાદ્ય પદાર્થમાં દહીં છાશ ઠંડી હોય છે જ્યારે કાંદા શરીરમાં ગરમી પેદા કરે છે. દહીં અને કાંદાને મિક્સ કરવાથી આપણને એલર્જી થઈ શકે છે. ખાવાપીવામાં ઠંડી અને ગરમ વસ્તુના કોમ્બિનેશનથી બોડી સ્કિન પર એલર્જી જેમ ચકામા, એક્ઝિમા અને સાયરોસીસ બીજી સમસ્યાઓ થાય છે.
દહીં અને કેરી કાપેલી કેરી સાથે એક વાડકી દહીં ખુબ સરસ મીઠાઈ છે.પરંતુ કેરી અને દહીંનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે પણ ઠંડી અને ગરમ વસ્તુનું કોમ્બિનેશન છે જેનાથી તમને ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
દહીં અને માછલી ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે ક્યારેય પણ બે પ્રોટીનયુક્ત ખોરાક પદાર્થોને એકસાથે ન ખાવો જોઈએ. જેમ કે તમામ લોકો દહીં અને માછલીનું સેવન એકસાથે કરે છે. પરંતુ આ કોમ્બિનેશન પણ યોગ્ય નથી. જો તમે માછલી સાથે દહીંનું સેવન કરો છો તો તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. જેની શરીર પર ખરાબ અસર પડે છે.
દહી અને અડદ દાળ દહીંની સાથે અડદની દાળ પણ ક્યારેય ન ખાવી જોઈએ. અડદ દાળનું દહીં સાથે સેવન કરવાથી લાંબા સમયમાં તમારી પાચનક્રિયા ખરાબ થઈ શકે છે. તેનાથી એસીડીટી, ગેસ અને ડાયેરિયા પણ થઈ શકે છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દહીંની સાથે થોડુંક મીઠી વસ્તુ નાખીને બપોર પહેલા દહીં ખાવું જોઈએ. તેમાં તમે ખાંડ,ગોળ વગેરે ભેળવીને ખાઇ શકો છો. પણ તેનું સેવન ક્યારે પણ મીઠું સાથે ન કરવું જોઈએ. કારણ કે આ બંને પદાર્થો એકબીજાથી વિરુદ્ધ છે.
દૂધ અને દહીં દૂધ અને દહીં બને પ્રોટીન સ્ત્રોત છે. અને એટલા માટે બન્નેનું સેવન એક સાથે ન કરવું જોઈએ.તેનાથી ડાયરિયા એસીડીટી અને ગેસ થઈ શકે છે.
દહીં અને ઘી ના પરોઠા આપણે સૌ ને ઘી થી બનેલા પરોઠા સાથે દહીં ખાવાનું પસંદ છે. પરંતુ દહીંની સાથે તેલમાં તળેલા ખાદ્ય પદાર્થોનો સંયોજન પાચન ક્રિયાને ધીમી કરી દે છે. તેનાથી તમને થાક લાગી શકે છે.અને આ જ કારણ છે કે જ્યારે તમે એક વાટકી દહીંથી બનેલી એક ગ્લાસ લસ્સી સાથે છોલે ભટુરે ખાઓ છો ત્યારે તમને ખૂબ ઊંઘ આવે છે.