AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સગર્ભાવસ્થામાં લો પોટેશિયમ લેવલથી માતા અને બાળકને થાય છે નુકસાન

Health Tips : લોહીમાંના પોટેશિયમના (Potassium) નબળા સ્તરને હાયપોકેલેમિયા કહેવામાં આવે છે. જો ગર્ભાવસ્થામાં પોટેશિયમની કમી થઈ જાય તો તેના કારણે માતા અને શિશુના આરોગ્યને લઇને કેટલીક તકલીફ પડે છે.

Health Tips : સગર્ભાવસ્થામાં લો પોટેશિયમ લેવલથી માતા અને બાળકને થાય છે નુકસાન
લો પોટેશિયમ લેવલથી નુકસાન
Charmi Katira
| Edited By: | Updated on: Jun 11, 2021 | 12:37 PM
Share

Health Tips : લોહીમાંના પોટેશિયમના (Potassium) નબળા સ્તરને હાયપોકેલેમિયા કહેવામાં આવે છે. માંસપેશીઓ અને નસોની કામગીરી માટે તેમ જ ભોજનમાંથી એનર્જી રિલીઝ કરવામાં પોટેશિયમ મદદરૂપ સાબિત થાય છે. આ હાર્ટ માટે પણ જરૂરી હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરુપ બને છે.

જો ગર્ભાવસ્થામાં પોટેશિયમની કમી થઈ જાય તો તેના કારણે માતા અને શિશુના આરોગ્યને લઇને કેટલીક તકલીફ પડે છે. સગર્ભાવસ્થામાં પોટેશિયમની ખામી કેમ થાય છે તેની વાત આજે અમે કરવા જઈ રહ્યા છે.

નિષ્ણાંતો અને તબીબો કહે છે કે રક્તવાહિનીઓમાં પોટેશિયમનું સામાન્ય સ્તર 3.5થી પાંચ મીની મોલ્સ હોય છે. ગર્ભાવસ્થાના પહેલા તબક્કામાં પોટેશિયમનું સ્તર 3.6 થી 5, સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં 3.3 અને 5 તેમજ ગર્ભાવસ્થાના ત્રીજા તબક્કામાં 3.3 થી 5.1 હોય તે જરુરી છે. જયારે પોટેશિયમ લેવલ તેના કરતાં ઘટી જાય છે ત્યારે હાઇપોકેલેમિયાની સ્થિતિ સર્જાઈ શકે છે.

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં લો પોટેશિયમ લેવલને કારણે કેટલીક સ્થિતિ સર્જાઈ શકે છે. hypoxic પેરાલિસિસથી થતા હોય છે. તેના કારણે પગ અને આંખની માંસપેશીઓમાં ક્યારેય નબળાઈ આવી જાય છે. હાર્ટના ધબકારા વધી જાય છે. જેના કારણે કાર્ડિએક અરેસ્ટ આવી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન લો પોટેશિયમ લેવલને કારણે હાઇ બ્લડપ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે છે.

અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, સગર્ભા અવસ્થામાં મહિલાઓના પગમાં હંમેશા માટે વધારો થાય છે. યુનિવર્સિટી ઓફ લોવાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં મુજબ સગર્ભા અવસ્થા વેળાએ મહિલાઓના પગની લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે.

મોટી સંખ્યામાં મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે સગર્ભાવસ્થા વેળાએ મહિલાઓના પગના કદમાં વધારો થાય છે જોકે આ તારણથી મહિલાઓ સંતુષ્ટ નથી. કારણ કે તેમાં કોઈ કારણ આપવામાં આવ્યા નથી બાળકને જન્મ આપવામાં આવ્યા બાદ આ ફેરફાર સ્પષ્ટપણે જોવા મળે છે.

અભ્યાસના ભાગરૂપે 29 ટકા મહિલાઓને આવરી લેવામાં આવી હતી અને તેમના ફેરફારો પર નજર રાખવામાં આવી રહી હતી. આ પૈકી મોટાભાગની મહિલાઓ પ્રથમ વખત માતા બની હતી. જ્યારે 17 ટકા બીજી વખત અને 3 ટકા ત્રીજી વખત માતા બનનાર મહિલાઓ હતી. સરેરાશ મહિલાઓની લંબાઈ અને પહોળાઈ વધારો જોવા મળ્યો છે અને આ વધારો 0.1 થી 0.4 ઇંચ સુધીનો થયો છે. એકંદરે 60 થી 70 ટકા મહિલાઓ બાળકના જન્મ બાદ તેમના પગમાં કદમાં વધારો થાય છે તેવો અનુભવ કરે છે.

11 ટકા મહિલાઓએ તેમના શૂઝના કદમાં ફેરફાર થયો હોવાની કબૂલાત કરી છે. આવનાર દિવસોમાં આ અભ્યાસના તારણો લઈને વધુ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે મહિલાઓએ બેથી ત્રણ બાળકોને જન્મ આપવા ઇચ્છતી મહિલાઓમાં આવા કોઈ ફેરફાર જોવા મળ્યા નથી તેવું પણ જાણવા મળ્યું છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">