AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benifits Drumsticks : સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક, જાણો સરગવો ખાવાના ફાયદાઓ

Health Benifits Drumsticks : સરગવામાં પોષક ગુણોનો ખજાનો રહેલો છે.સરગવાના છોડના , ફળ,ફુલ,પાંદડા, છાલ વગેરેમાં પોષક ગુણો સમાયેલા હોય છે, તેનું સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે. તો જાણો સરગવો ખાવાના ફાયદા..

Health Benifits Drumsticks : સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક, જાણો સરગવો ખાવાના ફાયદાઓ
Health Benefits Drumsticks Beneficial for Health, Learn the Benefits of Eating drumsticks
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 4:41 PM
Share

Health Benifits Drumsticks : સરગવામાં પોષક ગુણોનો ખજાનો રહેલો છે.સરગવાના છોડના , ફળ,ફુલ,પાંદડા, છાલ વગેરેમાં પોષક ગુણો સમાયેલા હોય છે. તેનું સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.સરગવાના શીંગની સરખામણી આહારમાં સૌથી વધારે પૌષ્ટિક છે. સરગવા (Drumsticks)ને દેશના અલગ-અલગ રાજ્યમાં વિવિધ નામથી ઓળખાય છે. સરગવો ખાવાથી અનેક બીમારી (disease)ઓ પણ દુર થાય છે. તો જાણો સરગવો ખાવાના ફાયદા..

1.સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં

સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં હોય છે. જો તમને શરદી અથવા ગળામાં બળતરા થતી હોય તો સરગવાની સીંગનું સુપ પીવાથી રાહત મળે છે. સરગવાના પાંદડા સામાન્ય રીતે રોગનિવારક ગુણધર્મો ધરાવતા હોય છે. તેમજ અસ્થમાં , શ્વસનતંત્ર તેમજ અન્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે ફાયદાકારક છે.

2.શરીરના હાડકાઓ મજબુત કરે

લીલા શાકભાજીમાં મોટી માત્રામાં આર્યન, વિટામીન અને કેલ્શિયમ હોય છે. સરગવાની શીંગ સ્વાસ્થય માટે તેમજ શરીરના હાડકાઓ મજબુત બનાવે છે. સરગવાના પાનમાં પણ પોષક ગુણો સમાયેલા છે.

3.ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક

ગર્ભવતી મહિલા ઓનિયમિત રુપે સરગવાનું સેવન કરવાથી તેમને જરુરી કેલ્શિયમ , આર્યન અને વિટામીન મળી રહે છે. સરગવાની શીંગના ફળ અને પાંદડાઓમાંથી આર્યુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. તેમજ મહિલાઓને ડિલિવરી બાદ થતી સમસ્યાઓ દુર કરે છે. તેમજ જો સરગવાના પાંદડામાંથી તૈયાર થયેલા શાકનું બાળકના જન્મ બાદ તરત સેવન કરવાથી માતાનું દુધ વધે છે.

4.પાચન સબંધિત બીમારીઓ પણ દુર કરે

સરગવાના પાંદડા, ફળ અને ફુલનો ઉપયોગ સુપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. સરગવો પાચન સંબંધિત બીમારીઓ પણ દુર કરે છે.સરગવાનું વૃક્ષ અસ્થમાં અને ફેફસા સાથે સંકળાયેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ખુબ જ ઉત્તમ છે. સરગવાની શીંગને ઉકાળી ગરમ પાણીના નાસ લેવાથી ફેફસા માટે લાભકારક છે.

5. ત્વચાને નિખારે છે.

સરગવાની શીંગ નાના બાળકો માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. તેમજ શરીરના હાડકાને તો મજબુત બનાવે છે સાથે-સાથે લોહીને પણ શુધ્ધ કરે છે.સરગવાની શીંગના રસ ને લીંબુના રસ સાથે ભેળવી ત્વચા પર લગાવવાથી બ્લૈકહેન્ડસ, પિંપલ્સ અને અન્ય ત્વચા સબંધિત ત્વચાના રોગથી છુટકારો મળે છે.

6. કેન્સર સામે લડવામાં શક્તિ આપે છે.

સરગવાનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા રહેતી નથી, આંખની દ્રષ્ટિ વધારે છે અને આંખોને સાફ રાખે છે. સરગવાની શીંગનું સુપ 21 દિવસ સેવન કરવાથી મહિલાઓનું માસિક ચક્ર યોગ્ય કરે છે. માનિસક દરમિયાન થતી પીડા પણ ખુબ ઓછી થાય છે.

7.બ્લડસુગર લેવલ અને કોલોસ્ટ્રોલ લેવલને સંતુલિત કરે

1982માં તમિલનાડુમાં 36 ડાયાબિટીસના દર્દીઓ પર સરગવાના કેટલાક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી 30 લોકોને સુગર લેવલમાં સકારાત્મક પરિણામ મળ્યું હતુ. જે ડાયાબિટિસવાળી વ્યક્તિઓએ દરરોજ સરગવાનું સેવન કરવાથી સુગર લેવલનો સ્કોર ઓછો જોવા મળે છે.

g clip-path="url(#clip0_868_265)">