Medical insurance reimbursement ક્લેઇમ ફાઈલ કરવા જઈ રહ્યા છો? આ અહેવાલ આપને મદદરૂપ થશે

આરોગ્ય વીમા ની ક્લેઇમ પ્રોસેસમાં ક્યાં તો કેશલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા સીધી ક્લેઇમની પતાવટ થાય છે અથવા અથવા મેડિકલ ક્લેઇમ કરવામાં છે. પોલિસીધારક તેમના પોતાના ખિસ્સામાંથી હોસ્પિટલના બીલ ચૂકવે છે અને પછીથી વીમા કંપની દ્વારા વળતરનો(medical insurance reimbursement) દાવો પાસ કરે છે.

Medical insurance reimbursement ક્લેઇમ ફાઈલ કરવા જઈ રહ્યા છો? આ અહેવાલ આપને  મદદરૂપ થશે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 31, 2021 | 9:58 AM

આરોગ્ય વીમા ની ક્લેઇમ પ્રોસેસમાં ક્યાં તો કેશલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા સીધી ક્લેઇમની પતાવટ થાય છે અથવા અથવા મેડિકલ ક્લેઇમ કરવામાં છે. પોલિસીધારક તેમના પોતાના ખિસ્સામાંથી હોસ્પિટલના બીલ ચૂકવે છે અને પછીથી વીમા કંપની દ્વારા વળતરનો(medical insurance reimbursement) દાવો પાસ કરે છે. નેટવર્ક અને નોન-નેટવર્ક હોસ્પીટલોમાં Reimbursement  સુવિધાનો લાભ મળી શકે છે.

જો કે કેશલેસ સિવાય વળતર પ્રક્રિયા સમય લે છે અને આ પ્રક્રિયા ઘણી વખત ધીમી પણ રહેતી હોય છે. વળતર દાવાઓ ફાઇલ કરતી વખતે કેટલાક ચેકપોઇન્ટ્સ અપાય છે જે દાવેદારોને શોધખોળ કરવામાં મુશ્કેલ લાગે છે.

તબીબી સારવારની જરૂર સમયે પ્રથમ પગલું એ ભરવું જોઈએ કે વીમા કંપની, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) ને હોસ્પિટલમાં દાખલ થવાની અથવા સારવારની વહેલી તકે વિશે માહિતી આપવાનું છે. કટોકટીના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થયા પછી વીમાદાતાને પણ જણાવી શકાય છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

સારવાર પછી પોલિસીધારકે તમામ બિલ અને ઈન્વોઈસને એક્ઝિટ ફાઇલ, ડિસ્ચાર્જ પેપર્સ અને તબીબી બીલો સાથે સુરક્ષિત રાખવાની જરૂર છે. પોલિસીધારકે હોસ્પિટલમાં દાખલ થવાના અને સારવારના ખર્ચ સાથે સંબંધિત તમામ મૂળ દસ્તાવેજો સાથે ક્લેઇમ ફોર્મ ભરવાનું રહેશે. એકવાર ફોર્મ સબમિટ થઈ ગયા પછી તેનું વીમાદાતા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને થોડા દિવસોમાં રકમની ભરપાઈ કરવામાં આવશે.

Reimbursement Claim ફાઇલ કરવા માટે જરૂરી દસ્તાવેજો એ છે કે TPA દ્વારા આપવામાં આવેલ આરોગ્ય કાર્ડ, હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્મરી, ક્લેઇમ ફોર્મ, બધા મેડિકલ રિપોર્ટ્સ, પ્રિસ્ક્રિપ્શનો દ્વારા સપોર્ટેડ બધા મેડિકલ બિલ અને ઈન્વોઈસને કેવાયસી દસ્તાવેજોની નકલ, અને NEFT ફંડ ટ્રાન્સફર માટે બેંક વિગતો આપવાની રહે છે.

વીમાદાતાને સબમિટ કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસવા જોઈએ. પોલિસીધારકે વીમાદાતાને ભરપાઈના દાવા માટે મોકલવામાં આવતા તમામ દસ્તાવેજોની નકલો રાખવી આવશ્યક છે. આ તમને ભવિષ્યમાં તમારા સંદેશાવ્યવહાર અથવા વિવાદોમાં જો કોઈ જરૂર ઉભી થાય તો મદદરૂપ થશે. સબમિશન પહેલાં દસ્તાવેજોની સમીક્ષા કરવી જરૂરી છે કારણ કે જો વીમા કંપનીને અપૂરતા અથવા ખોટા દસ્તાવેજો સબમિટ કરવામાં આવે તો તમારો દાવો નકારી શકાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">