દાંત વિશે છે આટલી માન્યતા અને ગેરમાન્યતા, વાંચો ડેન્ટલ હેલ્થની વિશેષ માહિતિ

હસતો ચહેરો દરેકને ગમે છે અને એટલે જ આંખો પછી કોઈની નજર પડે તો તે દાંત પર પડે છે. આપણા દાંત આપણા શ્રેષ્ઠ મિત્ર છે. આપણે દાંતની જેટલી કાળજી રાખીશું દાંત પણ આપણી તેટલી જ દરકાર રાખશે. દાંતની કાળજી કેવી રીતે રાખવી તે જાણવું જરૂરી છે. પેઢામાંથી લોહી નીકળતું હોય ત્યારે બ્રશ કરવું ન જોઈએ […]

દાંત વિશે છે આટલી માન્યતા અને ગેરમાન્યતા, વાંચો ડેન્ટલ હેલ્થની વિશેષ માહિતિ
https://tv9gujarati.in/daant-vishe-che-…-vishesh-maahiti/
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:36 PM

હસતો ચહેરો દરેકને ગમે છે અને એટલે જ આંખો પછી કોઈની નજર પડે તો તે દાંત પર પડે છે. આપણા દાંત આપણા શ્રેષ્ઠ મિત્ર છે. આપણે દાંતની જેટલી કાળજી રાખીશું દાંત પણ આપણી તેટલી જ દરકાર રાખશે. દાંતની કાળજી કેવી રીતે રાખવી તે જાણવું જરૂરી છે.

પેઢામાંથી લોહી નીકળતું હોય ત્યારે બ્રશ કરવું ન જોઈએ : દાંત અને પેઢા વચ્ચે ખોરાક ફસાઈ જવાના કારણે પેઢા સુજી જાય છે. કેટલીક વાર છારી બાજી જાય છે. એટલે જ્યારે પણ બ્રશ કરીએ ત્યારે ઘર્ષણ થતા ઓવાળામાંથી લોહી નીકળે છે. જોકે એનો મતલબ એ નથી કે બ્રશ નહિ કરવું જોઈએ. પણ જો વધારે તકલીફ હોય તો તેને અવગણશો નહિ.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

દાંત માટે ખાંડ નુકશાનકર્તા : આ માન્યતા ખોટી છે. ખાંડ કરતા પણ ચીપ્સ અને ક્રેકર્સ દાંત માટે સૌથી વધુ નુકશાન કરે છે. આ વસ્તુઓ મોંમાં લાંબો સમય ટકી રહે છે. જેથી તે કિટાણું પેદા કરે છે.

જમ્યા બાદ તુરંત બ્રશ કરો : ખોરાક બાદ ઉતપન્ન થતો એસિડ દાંતના રક્ષણાત્મક કવચને નુકશાન કરે છે. જેથી તમારા દાંત જમ્યા પછી સૌથી નબળા હોય છે. જમ્યા પછી તુરંત નહિ પણ એકાદ દોઢ કલાક બાદ બ્રશ કરવું જોઈએ જેથી એસિડ લેવલ જળવાઈ રહે.

જોર જોરથી બ્રશ કરવાથી દાંત સફેદ થાય છે : આ પણ એક ગેરમાન્યતા છે. દાંત કુદરતી રીતે જ ઓફ વ્હાઇટ શેડના હોય છે. આથી જો તમારા દાંત દૂધની જેમ સફેદી ધરાવતા ન હોય તો ચિંતા ન કરો. ઉંમર વધવાથી દાંતના કલરમાં ફેરફાર આવે છે. પણ જોર જોરથી બ્રશ કરવાથી દાંત સફેદ થાય છે એ માન્યતા ખોટી છે. દાંતને જેન્ટલ બ્રશથી મજબૂત સ્ટ્રોકથી હળવેથી બ્રશ કરો નહિ તો દાંતના ઉપલા પડને નુકશાન થશે. દાંતમાં દુઃખાવો ન થાય તો એ હેલ્ધી જ છે એવું માનવું પણ ખોટું છે..અને બ્રેસીસ ફક્ત ટીનેજર માટે જ છે એ માન્યતા પણ ખોટી છે. હોર્મોન્સમાં આવતા બદલાવથી દાંત પણ બદલાય છે જેથી સમયાંતરે ચેકઅપ જરૂરી છે.

ફેક્ટ ચેક : –શાળાએ જતા 60 થી 90 % બાળકોમાં ડેન્ટલ કેવિટી હોય છે. –100% પુખ્તોને ડેન્ટલ કેવિટી હોય છે. –35 થી 44 વર્ષની ઉંમરના લોકોને 15 થી 20 % પેઢાના રોગ હોય છે. –65 થી 70 વર્ષના આશરે 30% લોકોને કુદરતી દાંત હોતા નથી. –મોટાભાગના દેશમાં દર એક લાખ વ્યક્તિએ એકથી દસ ઓરલ કેન્સરના કેસ હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">