જો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને Toiletમાં મોબાઈલ લઈ જવાની ટેવ છે તો બહુ જલ્દી તમારે ઉપયોગ કરવો પડશે Mediclaimનો

જો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને Toiletમાં મોબાઈલ લઈ જવાની ટેવ છે તો બહુ જલ્દી તમારે ઉપયોગ કરવો પડશે Mediclaimનો

આજકાલ ઘણાં લોકોની ટેવ હોય છે કે ટૉયલેટમાં મોબાઈલ લઈને જ જાય. પરંતુ શું તમે જાણો છો તમારી કે તમારા પરિવારના કોઈ સભ્યની આ ટેવ (કુટેવ)ના કારણે મેડિક્લેઈમ પોલિસીનો નજીકના ભવિષ્યમાં ઉપયોગ કરવો પડી શકે છે.  તમારી આ ટેવના કારણે તમને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે અને આખરે એ સમયે ડૉક્ટરની સારવાર વગર તમે […]

TV9 Web Desk3

|

Feb 07, 2019 | 6:26 AM

આજકાલ ઘણાં લોકોની ટેવ હોય છે કે ટૉયલેટમાં મોબાઈલ લઈને જ જાય. પરંતુ શું તમે જાણો છો તમારી કે તમારા પરિવારના કોઈ સભ્યની આ ટેવ (કુટેવ)ના કારણે મેડિક્લેઈમ પોલિસીનો નજીકના ભવિષ્યમાં ઉપયોગ કરવો પડી શકે છે. 

તમારી આ ટેવના કારણે તમને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે અને આખરે એ સમયે ડૉક્ટરની સારવાર વગર તમે સાજા થઈ ન શકો. અને તેવામાં હોસ્પિટલની સારવારનો ખર્ચ એટલો વધી શકે છે કે તમારી આખરે મેડિક્લેઈમ પોલિસીનો ઉપયોગ કરવો પડી શકે છે.

90ના દાયકામાં ટૉયલેટમાં બેસીને ન્યૂઝ પેપર વાંચવાનું ચલણ હતું. પરંતુ હવે સોશિયલ મીડિયાના ચલણના લીધે મોટે ભાગે એ ચલણ ગાયબ થઈ ગયું. ટૉયલેટમાં ન્યૂઝ પેપરની જગ્યાએ હવે લોકો હાથમાં મોબાઈલ લઈ ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર સમય પસાર કરે છે. પરંતુ શું તમને ખબર છે કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારણ સાબિત થઈ શકે છે. વિજ્ઞાને પણ ટૉયલેટમા ફોનના ઉપયોગને ખોટો સાબિત કર્યો છે.

હા, અમે સમજીએ છીએ કે ટૉયલેટમાં એકલું બેસવું ઘણી વાર કંટાળો અપાવી દે. પરંતુ શું તમે જાણો છો કે થોડી મિનિટોનો કંટાળો દૂર કરવા તમે કેટલી બીમારીઓને આમંત્રણ આપો છો.

ટૉયલેટમાં ફોન લઈ જવાથી તમે ઈ.કોલી.શિગેલા, સ્ટેફીલોક્કસ જેવા બેક્ટેરિયાના સંપર્કમાં આવો છો. જે તમને બીમાર બનાવી શકે છે. માત્ર બેક્ટેરિયા જ નહીં, પરંતું ટૉયલેટમાં ફોનના ઉપયોગથી તમે હેપેટાઈટિસ A જેવા વાયરસના સંપર્કમાં પણ આવો છો.

સૌથી મોટી સમસ્યા એ છે કે તમે ફ્લશ કર્યા બાદ હાથ ધોયા વગર જ ફોનનો વપરાશ પાછો ચાલુ કરી દો છો જે સ્વાસ્થ્ય માટે નથી સારું.

એક સ્ટડી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં લગભહ 41 ટકા લોકો ટૉયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરે છે.

તો Sony કંપનીના એક સર્વેમાં સામે આવ્યું કે દુનિયાભરમાં આશરે 75 ટકા લોકો ટૉયલેટમાં ફોનનો ઉપયોગ કરે છે.

તમે કહેશો કે તમે ટૉયલેટ તો ચોખ્ખુ રાખો છો તો પછી તમને બેક્ટેરિયા અને વાયરસનો કેવો ડર.

પણ તેવું નથી, ડૉક્ટર્સનું કહેવું છે કે ટૉયલેટમાં ગયા બાદ તમે બેક્ટેરિયાના સંપર્કમાં આવો છો. તમે ફ્લશનો ઉપયોગ કરો ત્યારબાદ ફોનને હાથ લગાડો છે. ત્યારબાદ જો તમે હાથ ધૂઓ પણ છો તો પણ બેક્ટેરિયા તમારા ફોનના સંપર્કમાં જ રહે છે. અને પછી તે જ બેક્ટેરિયા તમારા ફોનના માધ્યમથી તમારા સંપર્કમાં આવે છે.

મોબાઈલ ફોનથી તે બેક્ટેરિયા પાછા તમારા હાથ પર લાગી જાય છે અને જ્યારે તમે કંઈ ખાઓ છો તો આ બેક્ટેરિયા તમારા મોંઢેથી તમારા પેટ સુધી પહોંચી જાય છે જે ઘણી ગંભીર બીમારીઓ નોંતરી શકે છે.

પબ્લિક ટૉયલેટમાં તો આમ કરવું એનાથી પણ વધારે ખતરનાક સાબિત થાય છે. જ્યારે તમે તમારી ઓફિસ, કોઈ હોટેલ-રેસ્ટોરન્ટ કે જાહેર શૌચાલયનો ઉપયોગ કરો છો અને તમારો મોબાઈલ ફોન સાથે રાખો છો તો તો ઘણાં ખતરનાક બેક્ટેરિયાના સંપર્કમાં તમે અને તમારો ફોન આવે છે.

ડૉક્ટર્સના કહેવા પ્રમાણ, આપણો ફોન હિટ ઉત્પન્ન કરે છે કે બેક્ટેરિયા અને વાયરસના ઉછેર માટે અનૂકુળ વાતાવરણ છે. જો લેંસની મદદથી જોશો તો તમને તમારા ફોન પર બેક્ટેરિયાનું એક જાડું લેયર જોવા મળશે.

જો તમે મોબાઈલ કવરનો ઉપયોગ કરો છો તો પણ ખતરો એટલો જ છે. મોબાઈલ કવર સામાન્ય રીતે પ્લાસ્ટિક કે રબરનું બનેલું હોય છે જેના પર સૌથી વધુ બેક્ટેરિયા ચીપકેલા હોય છે જે તમને બીમાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ બધું વાંચ્યા બાદ તમને અંદાજો આવ્યો ગશે કે ટૉયલેટમાં ફોન લઈ જવાની ટેવ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. ટૉલેટમાં એકલા બેસવામાં કંટાળો આવે પણ જો એ તકલીફ ઉઠાવી લેશો તો આવનારી ઘણી બીમારીઓથી બચી શકશો.

[yop_poll id=1166]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati