PSIની લેખિત પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ, અમદાવાદના લાંભામાં પેપર ફુટ્યું હોવાનો ઉમેદવારનો દાવો
અમદાવાદમાં યોજાયેલી PSIની પરીક્ષા મુદ્દે વિવાદ સર્જાયો છે. શહેરના લાંભા વિસ્તારમાં આવેલી ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે. પેપર, OMR સીટ અને કોલ લેટર લઈ લેવાતા વિવાદ સર્જાયો હતો.
Ahmedabad: રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે, PSIની લેખિત પ્રિમિલિનરી પરીક્ષા (PSI Exam) યોજાઇ. જેમાં વિદ્યાર્થીઓને પેપર તો સરળ લાગ્યું. પરંતુ લાંબુ વધારે હતું. વિદ્યાર્થીઓનું માનીએ તો, આ વખતે સમય વધારે આપવામાં આવ્યો હતો. જો કે, રિઝનિંગ પર વધારે ધ્યાન આપવું પડે તેમ હતું. તેથી સમય ઓછો પડ્યો. અનેક વિદ્યાર્થીઓને સમય ઓછો પડ્યો હોવાથી કેટલાક સવાલો છૂટી ગયા. જોકે, સૌથી મહત્વની વાત તો એ છે કે, શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા પૂર્ણ થઇ.
અમદાવાદના લાંભામાં પેપર ફુટ્યુ હોવાનો એક ઉમેદવારનો દાવો
અમદાવાદમાં યોજાયેલી PSIની પરીક્ષા મુદ્દે વિવાદ સર્જાયો છે. શહેરના લાંભા વિસ્તારમાં આવેલી ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે. પેપર, OMR સીટ અને કોલ લેટર લઈ લેવાતા વિવાદ સર્જાયો હતો. OMR અને કોલ લેટર સાથે લઈ લેવાતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીઓનો આરોપ છે કે, કેટલાક વિદ્યાર્થીઓએ OMR શીટમાં જવાબ લખવાના બાકી છોડ્યા હતા જેમાં OMR શીટ લીધા બાદ જવાબ લખાયા હતા.
તો બીજી તરફ ગીતા સ્કૂલના પ્રિન્સીપાલ કોઈ ગેરરિતી ન થઈ હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, કેટલાક વિદ્યાર્થીની બાયોમેટ્રીક હાજરી નહતી થઈ તે માટે કોલલેટર લેવાયા હતા.તો આ મુદ્દે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે કહ્યું હતું કે, ગેર સમજના કારણે પ્રશ્ન પત્ર લેવાયા હતા. જે બાદ મામલો થાળે પડી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગરના 312 કેન્દ્રના 3209 વર્ગમાં પરીક્ષા લેવાઈ હતી. રાજ્યના કુલ 96,231 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એક કેન્દ્રમાં વિદ્યાર્થી મોબાઈલ લઈને ગયા હતા જેમાં યોગ્ય કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત એક કેન્દ્ર પર ઉમેદવારે જન્મતારીખમાં ચેકચાક કરી હતી.
આજે PSIની ભરતીની (PSI Exam) પ્રિલિમનરી લેખિત પરીક્ષા મામલે રાજ્યના કુલ 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરવામાં આવ્યુ હતું. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો (Examination Centers) પર પોલીસનો કડક બંદોબસ્તની સાથે દરેક પરીક્ષા ખંડમાં જામરની વ્યવસ્થા કરાઈ હતી.
આ પણ વાંચો : Ahmedabad: હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસનો આઇડીયા સાકાર થયો, ભીખ માગતા ગરીબ બાળકોને શિક્ષણ આપવા સિગ્નલ સ્કૂલો શરૂ કરાઈ
આ પણ વાંચો- Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ