વિશ્વ જળ દિવસ 2024 : પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ!

અદાણી ગ્રુપે જળ વ્યવસ્થાપનમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટથી એરપોર્ટ સુધી વિસ્તરેલા ઉદ્યોગોમાં પાણીને બચાવવા પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવવામાં આવ્યા છે. જળસંચય ક્ષેત્રે આદરેલી અનેકવિધ પ્રવૃત્તિઓના પગલે અદાણી ફાઉન્ડેશનને મળેલો જળશક્તિ એવોર્ડ તેને માન્યતા આપે છે.

વિશ્વ જળ દિવસ 2024 : પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ!
World Water Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2024 | 7:35 PM

આજે વિશ્વ જળ દિવસ છે. જળ વિશે જનજાગૃતિ માટે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. આજે આપણે જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરનાર અદાણી જૂથની સફળ વાર્તાઓ વિશે જાણીશું. ઉદ્યોગો અને સામજીક ઉત્તરદાયીત્વ થકી અદાણી ગ્રુપે જળ વ્યવસ્થાપનમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

પોર્ટથી એરપોર્ટ સુધી વિસ્તરેલા ઉદ્યોગોમાં પાણીને બચાવવા પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવવામાં આવ્યા છે. જળસંચય ક્ષેત્રે આદરેલી અનેકવિધ પ્રવૃત્તિઓના પગલે અદાણી ફાઉન્ડેશનને મળેલો જળશક્તિ એવોર્ડ તેને માન્યતા આપે છે.

ભારતમાં સ્વચ્છ પાણીના અભાવનો પડકાર વર્ષોથી રહ્યો છે. તેવામાં અદાણી જૂથની કંપનીઓએ જળ વ્યવસ્થાપન માટે અનેક નિર્ણાયક પગલાંઓ લીધાં છે. બિઝનેસમાં પાણીના ટીપેટીપાનો સદુપયોગ કરવા કંપનીએ ખાસ સિસ્ટમ વિકસાવી છે. બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોંક્રિટ મિક્સ પ્રોપોર્શન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન આધારિત પ્રોડક્ટસથી પાણીની નોંધપાત્ર બચત થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વળી કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સમુદાયો બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રસંશનીય પગલાઓ લીધા છે. એક તારણ મુજબ અંબુજા સિમેન્ટ્સ 2011માં બે ગણું વોટર પોઝિટિવ હતું જે 2019માં આઠ ગણું બન્યું અને 2030 સુધીમાં 10 ગણું વોટર પોઝિટિવ બનાવવાની નેમ ધરાવે છે.

વાત સમાજીક ઉત્તરદાયીત્વની કરીએ તો, અંબુજાનગર ખાતે જળ સંસાધન વ્યવસ્થાપનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં સૂક્ષ્મ સિંચાઈ, પાણીની ગુણવત્તા પરીક્ષણ અને દરીયાઈ ખારાશના પ્રવેશને રોકવા કામ કરવામાં આવે છે. ચેકડેમ, તળાવો અને 4022+ RRWHS ના બાંધકામ સહિત દરિયાકાંઠાના ગામોને ઘરેઘરે નળ કનેક્શન અપાયા છે.

વાત એરપોર્ટ્સની કરીએ તો, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોપાઓને પાણી પુરું પાડવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી બગીચાઓ અને ઇન-હાઉસ નર્સરી તૈયાર કરવામાં આવે છે. રિસાયક્લિંગ તકનીકોનો ઉપયોગ કરીને પાણીની જરૂરિયાતો સંતોષવામાં આવે છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા APSEZ મુંદ્રાની આસપાસ જળસંચય માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જળસંચય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવાની સાથે પાણીના સ્ત્રોતની જાળવણી, સાફ-સફાઇ અને જળસ્ત્રોતોનું સમારકામ કરવાનો છે. જળસંચયથી સિંચાઇ કે પશુ જાળવણી માટે પુરતા પાણીનો પુરવઠો મળી રહેશે, જેના પરિણામો કચ્છ માટે વરદાનરૂપ બની શકે છે.

વિવિધ ઉપાયોના વિનિયોગથી અદાણી જૂથે ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાકાર કર્યું છે. આ પ્રકારની પહેલો ગ્રામીણ સમુદાયોને જળ પ્રબંધન મામલે સશક્ત બનાવે અને જીવનની ગુણવત્તામાં પણ વધારો કરે છે. વરસાદનું પાણી રણ કે દરિયામાં વહી ન જાય અને ભરઉનાળે પાણી માટે વલખાં ન મારવા પડે તેવા ઉમદા હેતુથી વરસાદી પાણીના જળસંગ્રહનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તળાવોને જળદેવનું મંદિર સમજી તેમાં વધુને વધુ જળસંચય માટે તળાવો ઉંડા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છમાં પ્રોજેક્ટ ‘સ્વજલ’ હેઠળ રૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ (RRWH) સ્ટ્રક્ચરના યુનિટ સ્થાપિત કર્યા છે, કૂવા અને બોરવેલ રિચાર્જ કર્યા છે, તળાવો ઉંડા કર્યા છે, ચેકડેમ અને બંધ બાંધ્યા છે તેમજ 1505+ ટપક સિંચાઈની સિસ્ટમો સ્થાપિત કરી છે. જળ સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરીને જોતા જળશક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા નેશનલ વોટર એવાર્ડમાં અદાણી ફાઉન્ડેશનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Latest News Updates

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
g clip-path="url(#clip0_868_265)">