Gujarat Assembly Election 2022 : શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા, ‘મિશન ગુજરાત’ વિશે થઈ ચર્ચા!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)પાર્ટીનાં પ્રચાર પર કામ કરવા માટે રાહુલ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસ નૈતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચેની વાતચીત બાદ બંને અલગ થઈ ગયા હતા.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓનાં પડઘમ વાગવા લાગ્યા છે તે વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર(Prashant Kishore) શુક્રવારે રાહુલ ગાંધી(Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. આ બેઠકની ખરાઈ બંને નેતાઓએ પણ કરી છે પણ તેના પર વિગતવાર કે સત્તાવાર નિવેદન હજુ સુધી નથી આવ્યુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)પાર્ટીનાં પ્રચાર પર કામ કરવા માટે રાહુલ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસ નૈતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચેની વાતચીત બાદ બંને અલગ થઈ ગયા હતા.
કોંગ્રેસે ત્યારબાદ પ્રશાંત કિશોરનાં ભૂતપૂર્વ સહાયક સુનીલ કાનુગોલુ સાથે તેના ચૂંટણી પ્રચાર માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, જ્યારે પ્રશાંત કિશોરે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ માટે વ્યુહરચના ઘડવાનું શરૂ કર્યુ. કાનુગોલુ એ ગયા મહિને પાર્ટી સાથે કામ કરવાનું શરૂ કર્યુ હતુ, કિશોરની કોંગ્રેસ સાથે કામ કરવાની શક્યતા ઓછી લાગતી હતી. સિટિઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ સંસ્થાનાં ભાગરૂપે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અભિયાનમાં બંનેએ સાથે કામ કર્યુ હતું, ત્યારબાદ કિશોર પોતાના માર્ગે ચાલી નિકળ્યા જ્યારે કે કાનુગોલુ એ ભાજપ સાથે કામ કરવાનું યથાવત રાખ્યુ. જણાવવું રહ્યું કે ભાજપ વર્ષ 2017માં ઉત્તરપ્રદેશની ચૂંટણી મોટા માર્જીનથી જીતી હતી.
શું કાનુગોલુ અને પ્રશાંત કિશોર ફરી સાથે કામ કરી શકશે?
કોંગ્રેસ નેતૃત્વએ હવે જે પ્રશ્ન પર કામ કરવાનું છે તે એ છે કે શું કાનુગોલુ અને કિશોર સાથે મળીને કામ કરી શકે છે કે પછી ઘણા બધા ચૂંટણી વ્યૂહરચનાકારો પોતપોતાના ઉદ્દેશ્યો તરફ કામ કરે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના બે સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે કોંગ્રેસ બંને માટે કામ કરવા માટે એક મોટી પાર્ટી છે.કાનુગોલુ મુખ્યત્વે આવતા વર્ષની કર્ણાટકની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો કે એક નવી જવાબદારી મુજબ તે તમામ ચૂંટણી વ્યૂહરચનાનું ધ્યાન રાખે છે. એવું જાણવા મળી રહ્યું છે કે કાનગોલુ એ ગાંધી પરિવારને કહ્યું છે કે જો પ્રશાંત કિશોર ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પાર્ટીનો મુદ્દો ઉઠાવશે તો તેમને કોઈ વાંધો નથી.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચિત્ર બદલાયું
સૂત્રોએ જણાવ્યું કે કર્ણાટકમાં અમને ઘણો વિશ્વાસ હતો, પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના તાજેતરના પરિણામો બાદ તેમાં ઘટાડો થયો છે. જે રાજ્યોમાં ચૂંટણી થઈ હતી તેમાંથી એક પણ રાજ્યમાં જીતી શક્યા નથી. એવી લાગણી છે કે ઉત્તરાખંડ જેવા સ્થળોએ ભાજપ દ્વારા ધ્રુવીકરણનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે અન્ય રાજ્યમાં પણ પ્રભાવી રીતે ચાલશે તેને માટે ખાસ કઈ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો-વિધાનસભા ચૂંટણી પહેલા લોકો સાથે જોડાવા કેજરીવાલ અને માન મહિનામાં બે વખત લેશે ગુજરાતની મુલાકાત