અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ડીમાર્ટમાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે. DMartમાં વસ્તુના પેકેટ પર પૂરતી વિગતો નહી દર્શાવ્યાની ગ્રાહકની ફરિયાદના આધારે DMartમાં તોલમાપ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ DMartમાં તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા દરેક વસ્તુઓ પરની કિંમત ચેક કરવામાં આવી રહી છે. દિવાળીના સમયે તોલમાપ વિભાગની આ કાર્યવાહીને લઈને DMart સહિત અનેક મોટા મૉલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: કમલેશ તિવારીની હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો વધુ એક મોટો ખુલાસો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો