AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather update : આગામી ત્રણ કલાક કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે

ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather update : આગામી ત્રણ કલાક કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે
Heavy rain forecast in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 3:39 PM
Share

Cyclone Biparjoy : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી છે. નાવ કાસ્ટ જાહેર કરીને હવામાન વિભાગે 3 કલાક માટે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી (Thunderstorm activity) સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Cyclone Biparjoy Video : જામનગર જિલ્લામાં 1 હજારથી વધુ વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો પૂર્વવત કરવામાં 4 દિવસ લાગશે

થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 40 કિલોમીટર પવનની ગતિ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, મહીસાગર, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

રાજકોટમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટમાં આજે સવારે 7થી 8 વાગ્યામાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં ગત રાતથી અત્યાર સુધીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટમાં સવારથી જ ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના અલગ અલગ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના લુલુડી વોકળી, સિંદૂરીયા ખાણ પાસેની ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભક્તિનગર પોલીસની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">