Cyclone Biparjoy Video : જામનગર જિલ્લામાં 1 હજારથી વધુ વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો પૂર્વવત કરવામાં 4 દિવસ લાગશે

Cyclone Biparjoy Video : જામનગર જિલ્લામાં 1 હજારથી વધુ વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો પૂર્વવત કરવામાં 4 દિવસ લાગશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 3:47 PM

જામનગર જિલ્લામાં 1 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. આ વીજપોલ ઉભા કરવામાં 4 દિવસથી વધુ સમય લાગશે. તમામ જગ્યાએ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.

Jamnagar :  બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં PGVCLને કરોડો રૂપિયાનું નુક્સાન થયું છે. દેવભૂમિ દ્વારકાની (Devbhumi dwaraka)  વાત કરીએ તો, જિલ્લામાં 2700થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આતરફ જામનગર જિલ્લામાં 1 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. આ વીજપોલ ઉભા કરવામાં 4 દિવસથી વધુ સમય લાગશે. તમામ જગ્યાએ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. સદનસીબે વીજપોલ પડવાથી જાનહાનિના કોઈ અહેવાલ નથી.

આ પણ વાંચોઃ  Aravalli: શાળાઓમાં રજા કે શિક્ષણ ચાલુ? અધિકારીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુંઝવણમાં મુકી મુશ્કેલી વધારી દીધી!

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 16, 2023 03:07 PM
g clip-path="url(#clip0_868_265)">