AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન: આજથી આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

આજનું હવામાન: આજથી આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather
| Updated on: Oct 27, 2025 | 9:16 AM
Share

ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 27 અને 28 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અરબસાગરમાં ડિપ્રેશન બનતા ભારે વરસાદની આગાહી

અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં જયારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ, ખેડા, આણંદમાં આજે અતી ભારે વરસાદ

હવામાન વિભાગના અનુમાન મુજબ, 27 ઓક્ટોબરે બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમજ આખા દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

28 એ ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ

28 ઓક્ટોબરે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા સંજોગો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે. તેમજ અમદાવાદ, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર પણ આખા ગુજરાતમાં વરસાદ

29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાઈ શકે છે અને ભેજમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને પાકની કાપણી અને અનાજના સંગ્રહમાં સાવધાની રાખવા જણાવ્યું છે. સાથે જ સામાન્ય નાગરિકોને જરૂરી મુસાફરી દરમિયાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે.

Gold Rate Today: સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજની લેટેસ્ટ કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
g clip-path="url(#clip0_868_265)">