Weather Breaking : હજુ પણ ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે થશે વરસાદ,1 મેથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે
એક તરફ ગુજરાતમાં મોડી રાતથી ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઇને ફરી આગાહી કરી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. એક તરફ ગુજરાતમાં મોડી રાતથી ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઇને ફરી આગાહી કરી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમી વચ્ચે વરસાદને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. આગામી 4 દિવસમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદ થવાની શકયતા છે. 1 મેએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે જેની અસર જોવા મળશે.
આગાહી પ્રમાણે અનેક વિસ્તારમાં વરસાદ
બીજી તરફ હવામાન વિભાગે કરેલી આગાહી અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરઉનાળે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. નરોડા, કૃષ્ણનગર, કાલુપુર, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. IIM રોડ, શ્યામલ, જીવરાજપાર્ક, વેજલપુર, સેટેલાઈટ,જોધપુરમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.
રાજકોટમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. વહેલી સવારે જસદણ, આટકોટ, શિવરાજપુર, લીલાપુર, કોઠી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે જસદણના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઇ છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલના પાકને નુક્સાન થવાની ભીતિ છે.
તો રાજકોટના જેતપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જો કે ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. જેતપુરના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ છે.
જૂનાગઢ શહેરમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ વરસ્યો છે. માંગરોળમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ખેડૂતોને કેસર કેરી અને તલના પાકમાં નુકસાનની ભીતી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…