Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી

સર્વે મુજબ ડિજિટલ સાક્ષરતાનું નીચું સ્તર, સલામતી અને ડેટા પ્રાઈવસીને કારણે ગ્રાહકોને ડિજિટલ લેવડ દેવડ કરવામાં સંપૂર્ણ સાહજીકતાનો અનુભવ થતો નથી. ઇ-વોલેટનો ઉપયોગ કરતા ગ્રાહકોને નેટવર્ક સમસ્યા, સર્વર એરર અને ફોન હેંગ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી
Symbolic image
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:33 PM

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (Consumer Education and Research Center)  દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્શન (Digital transaction) અંગે કરવામાં આવેલા સર્વે (Survey) માં રસપ્રદ વિગતો સામે આવી છે. કોરોનાકાળ બાદ નાણાંકીય વ્યવહારોમાં ડિજિટલ પદ્ધતિ અપનાવ્યા બાદ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ હજી લાંબી સફર કાપવાનું બાકી હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. CERC દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ડિજિટલ સાક્ષરતાનું નીચું સ્તર, સલામતી અને ડેટા પ્રાઈવસીને કારણે ગ્રાહકોને ડિજિટલ લેવડ દેવડ કરવામાં સંપૂર્ણ સાહજીકતાનો અનુભવ થતો નથી. ઇ-વોલેટ (E-wallet) નો ઉપયોગ કરતા ગ્રાહકોને નેટવર્ક સમસ્યા, સર્વર એરર અને ફોન હેંગ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

CERC દ્વારા વિવિધ પ્રકારના ડિજિટલ ટ્રાન્જેક્શન અંગે ગ્રાહકો પાસેથી અભિપ્રાય જાણવામાં ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 17થી 69 વર્ષના ગ્રાહકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 94.4 ટકા ગ્રાહકો વિવિધ નાણાંકીય વ્યવહારો માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા. 33.6 ટકા ગ્રાહકોને ATMમાંથી નાણાં ઉપાડતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યું છે. આ માટે ગ્રાહકોએ બેંકનો સંપર્ક કર્યો હતો અથવા કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો. કેટલાક ગ્રાહકોએ બેન્ક સમક્ષ ફરિયાદ નોંધાવ્યા પછી પણ તેમના ખાતામાં નાણાં પરત જમા થયા નહોતા. 42.1 ટકા ગ્રાહકોના જણાવ્યા મુજબ તેમણે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. જેમાં મોટાભાગના ગ્રાહકો વાર્ષિક ફી અને લેટ પેમેન્ટ ચાર્જ અંગે જાણકારી ધરાવતા હતા. પરંતુ 24.3 ટકા ગ્રાહકોને ક્રેડિકાર્ડ કંપનીઓ દ્વારા વસુલવામાં આવતા કોઈપણ પ્રકારના ચાર્જીસ અંગે ખ્યાલ નહોતો.

75 ટકા ગ્રાહકોએ પેટીએમ, ગૂગલ પે, ફોનપે ઇ-વોલેટનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેમણે ફરિયાદના ઉકેલ માટે સંપર્કની ચોક્કસ વિગતો સહિત ઇ-વોલેટ કંપનીઓની સ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 81.3 ટકા ગ્રાહકોએ જ્ઞાનનો અભાવ, ઉંચા જોખમની શકયતા અને દેશમાં તેની કાયદેસરતા અંગેની સ્પષ્ટતાના અભાવે ક્રિપ્ટોકરન્સીમાં ક્યારેય રોકાણ કર્યું નથી અને આ અંગે વિચાર્યું પણ નથી. સર્વેમાં ભાગ લેનાર ગ્રાહકો માંથી 23 ટકા ગ્રાહકો કરીયાણાની ખરીદી માટે માત્ર રોકડનો ઉપયોગ કરે છે. જ્યારે ઓનલાઇન ફૂડ સહિત ઓનલાઇન ખરીદી માટે 18 ટકા ગ્રાહકો કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરે છે. જ્યારે યુટીલિટી બીલ્સની ચુકવણી માટે 50 ટકા લોકો ઓનલાઇન બેન્કિંગનો, 10 ટકા લોકો ચેક અને 15 ટકા લોકો રોકડનો ઉપયોગ કરે છે. રોકાણ અંગેના વ્યવહારો કરવા મોટાભાગના લોકો ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ અંગે CERCના સીઈઓ ઉદય માવાણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણી ધિરાણ, વીમો અને વેલ્થ મેનેજમેન્ટમાં પરિવર્તન લાવી રહી છે. નાણાંકીય સેવાઓના ગ્રાહકો માટે ડિજિટલ ચુકવણી મહત્વની બની રહી છે. જો કે ડિજિટલ સેવાઓના આગવા જોખમ રહેલા છે જે નાના ગ્રાહકોને અસર કરી શકે છે. આ સર્વેમાં ડિજિટલ ફાઇનાન્સ અંગે ગ્રાહકોમાં વિશ્વાસનું સ્તર નીચું છે તેને ઉજાગર કરવામાં આવ્યું છે. સમાજના તમામ વર્ગો શહેરી, ગ્રામીણ, વરિષ્ઠ નાગરિકો, બાળકો વગેરેએ ફાઇનાન્સ, સેવિંગ્સ અને લેવડ દેવડને આગળ ધપાવતી બદલાતી ટેકનોલોજીથી માહિતગાર થવાની જરૂર છે.

આ પણ વાંચોઃ અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, દરેકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">