અમદાવાદ કાંકરીયાના બાલવાટિકામાં કેવી રીતે રાઈડ તૂટી તેનો EXCLUSIVE VIDEO જુઓ

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. ઘટના બાદ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. અને […]

અમદાવાદ કાંકરીયાના બાલવાટિકામાં કેવી રીતે રાઈડ તૂટી તેનો EXCLUSIVE VIDEO જુઓ
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 4:05 PM

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. ઘટના બાદ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઘાયલોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચોઃ VIDEO: કાંકરીયામાં રાઈડ તૂટયા બાદ આવી રીતે લોકોને બહાર કાઢ્યા, મોતની રાઈડ-બેદરકાર તંત્ર

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વિજય નહેરાએ જણાવ્યું કે પોલીસે સંચાલકો સામે FIR દાખલ કરવાની કાર્યવાહી કરી છે. રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા થઇ ગયા હતા. તો ઘટના બાદ કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાઈડ્સના આ દ્રશ્યો હ્રદય પર પથ્થર મુકીને જોવા પડે એવા છે. કેમકે આ એ દ્રશ્યો છે જેમાં રાઈડ પટકાયા પછી અંદર બેઠેલા લોકો અને ખાસ તો બાળકોની જે હાલત થઈ છે એ કોઈને પણ આઘાત આપે એવી છે. અંદર બેઠેલા લોકોમાંથી કોઈકના પગ તૂટી ગયા તો કોઈકના હાથ. ઘણા લોકો એવા પણ ફસાયા કે તેઓ બહાર નીકળી શકે એવી સ્થિતિમાં નહોતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">