Viramgam APMC: વિવિધ જણસીની આજથી હરાજી શરૂ, જાણો કયા વારે કઈ જણસીની થશે હરાજી

Viramgam APMC માં આજથી વિવિધ જણસીની હરાજી શરૂ થશે જેમાં આજે અને આવતીકાલે ડાંગર તેમજ બુધવાર અને ગુરૂવારે ઘઉંની હરાજી કરવામાં આવશે. જ્યારે એરંડા, તલ, જીરૂ, ઈસબગુલની શુક્ર અને શનિવારે હરાજી યોજાશે.

Pinak Shukla
| Edited By: | Updated on: May 24, 2021 | 12:03 PM

Viramgam APMC માં આજથી વિવિધ જણસીની હરાજી શરૂ થશે જેમાં આજે અને આવતીકાલે ડાંગર તેમજ બુધવાર અને ગુરૂવારે ઘઉંની હરાજી કરવામાં આવશે. જ્યારે એરંડા, તલ, જીરૂ, ઈસબગુલની શુક્ર અને શનિવારે હરાજી યોજાશે. APMC માર્કેટયાર્ડ દ્વારા આપેલા નંબર પર અલગ અલગ જણસીની નોંધણી કરાવ્યા બાદ જ હરાજી કરવામાં આવશે.

મહેસાણાના ઊંઝામાં આવેલું એશિયાનું સૌથી મોટું ગંજ બજાર પણ ફરીથી ધમધમી ઉઠ્યું છે. 1 મહિના બાદ આજથી બજાર શરૂ થતા ખેડૂતો જીરૂ, વરિયાળી સહિતના પાકો લઈને આવતા થઈ ગયા છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ઊંઝા APMCએ હરાજીની કામગીરી રોટેશન પ્રમાણે શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં આવેલા વાવાઝોડા બાદ ગુજરાતમાં ખેડુતોને ભારે નુક્શાન થયું છે અને જેમના ઉભા પાકને નુક્શાન થયું હતું. અનેક ઠેકાણે તૈયાર પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો અને જેને લઈને નુક્શાનીનાં સમાચાર સામે આવ્યા હતા. રાજ્યસરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે વચ્ચે હવે વિવિધ APMCમાં શરૂ થયેલી હરાજી થોડો ઘણો તેમના માટે રાહતનાં શ્વાસ બની શકે છે.

કયા વારે કયા પાક-જણસીની કરાશે હરાજી ?
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતેનુ એપીએમસી ( APMC), સોમવારને 24મી મેથી રાબેતા મુજબ હરાજી શરૂ થશે. જો કે, કારોના ગાઈડલાઈનનુ સંપૂર્ણ પાલન કરવાની સાથે કરાનારી હરાજીને લઈને એપીએમસીએ પણ કેટલાક નિયમો ઘડ્યા છે. જેમા સોમવાર અને મંગળવારે માત્ર ડાંગરની જ હરાજી કરાશે. જ્યારે બુધવાર તેમજ ગુરૂવારે ઘઉના પાકની હરાજી કરાશે. તો શુક્રવાર અને શનિવારના રોજ, તલ, જીરૂ, ઈસબગુલ સહીતની અન્ય જણસીની હરાજી કરવામાં આવશે.

હરાજી માટે કરાવી પડશે નોંધણી
વિરમગામ એપીએમસીમાં જે તે દિવસે પાકની હરાજી માટે આવતા ખેડૂતોએ, એપીએમસીમાં આવ્યા પહેલા તેમના પાકની નોંધણી એપીએમસીમાં કરાવવી પડશે. એપીએમસી દ્વારા જાહેર કરાયેલા નંબર પર અલગ અલગ જણસીની નોંધણી કરાવ્યા બાદ જ તે જણસીની હરાજી કરાશે. એપીએમસીમાં નોંધણી કરાવવાથી ખેડૂતોની ભીડ પ્રમાણમાં ઓછી કરી શકાશે.

કોરોનાની ગાઈડલાઈન સાથે એપીએમસી શરુ
છેલ્લા કેટલાય દિવસથી, ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કરફ્યુની સાથેસાથે લોકડાઉન જેવી સ્થિતિ હતુ. 36 શહેર સિવાયના વિસ્તારોમાં શાકભાજી કે ફળફળાદી સિવાય ખેતપેદાશની વે વેચ કરતા તમામ એપીએમસી માર્કેટ બંધ કરાવ્યા હતા. જો કે હવે પાછા કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ખરીફ ઋતુ પહેલા આનંદ છવાયો છે.

ગુજરાત સરકારે જાહેર કરેલા આંશિક અનલોકને પગલે, વિવિધ એપીએમસી માર્કેટ તેમની અનુકુળતાએ શરૂ થઈ રહ્યાં છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ માર્કેટયાર્ડ  24મી મે 2021ને સોમવારથી ધમધમતુ થયું છે જો કે નક્કી કરાયેલા દિવસ અનુસાર જ પાક-જણસની હરાજી કરાશે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">