Kheda News : મહુધા નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ચીફ ઓફિસરે બધુ સલામત હોવાના બણગા ફૂંક્યા, જુઓ Video
ખેડાના મહુધામાં રોગચાળાના કહેરથી ચિંતાની લહેર વ્યાપી છે. મહુધા નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મહુધામાં ઘરે - ઘરે બીમારીના ખાટલા જોવા મળ્યા છે. ચોમાસામાં પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતાનો અભાવના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે.
ખેડાના મહુધામાં રોગચાળાના કહેરથી ચિંતાની લહેર વ્યાપી છે. મહુધા નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મહુધામાં ઘરે – ઘરે બીમારીના ખાટલા જોવા મળ્યા છે. ચોમાસામાં પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતાનો અભાવના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે.
પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું !
મહુધામાં રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. સરકારી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દૈનિક 100થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં ઝાડા-ઊલટીના કેસ વધારે છે.ફળિયા, મુસીબતનગર, સરદાર પોળ, ખાડિયા વિસ્તાર દર્દીઓની સંખ્યા વધુ છે. છેલ્લા થોડા દિવસોમાં ઝાડા-ઉલટીના 50, તાવના 60થી 70 જેટલા કેસ નોંધાયા છે.
એક તરફ નગરપાલિકા સ્વચ્છતા અને આરોગ્યની કામગીરીના બણકા ફૂકી રહી છે.પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. સ્વચ્છતા, ગટરની સફાઈ, પાણીની લિકેજ લાઈનનું સમારકામ સહિતના કામો કાગળ પર જ હોય તેવો ઘાટ છે.એક તરફ રોગચાળાનો કહેર છે તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર બધુ સલામત હોવાના દાવા કરી રહ્યા છે.