ટેલિવિઝનની નાગિન છવાઈ સોશિયલ મીડિયા પર, શાનદાર સાડી લૂકમાં વાયરલ થયા Photos

  • TV9 Webdesk25
  • Published On - 16:39 PM, 17 Dec 2020
Nagin actress surbhi Chandna saree look

ટેલિવિઝન શોમાં નાગિન સિરીઝમાં આવવા વાળી તમામ એકટ્રેસે તેમની ટેલિવુડમાં એક અલગ છાપ છોડી છે. ત્યારે હાલમાં જ નાગિન -5માં છવાઈ ગયેલી એકટ્રેસ સુરભિ ચંદના સોશિયલ મીડિયા પર આજકાલ ખૂબ છવાયેલી છે. સુરભીને ઈચ્છાધારી નાગિનના રૂપમાં લોકો ખૂબ પંદ કરી રહ્યા છે. સુરભી તેના સોશિયલ મીડિયા મારફતે તેના ફેન્સને તેની એક્ટીવીટી શેર કરતી રહે છે. આજકાલ સુરભી સાડીમાં તેના ઘણા લૂક શેર કરે છે. જે લોકોને ખૂબ પસંદ આવે છે.

સુરભિ ચંદના ખૂબ સ્ટનિંગ લાગી રહી છે. જ્યારે પણ સુરભિ તેનો સાડીવાળો લૂક શેર કરો છે તે લોકોને ખૂબ પસંદ આવે છે, અને વાયરલ પણ ખૂબ થાય છે. સુરભિ હાલ તો ટેલિવુડની ફેશનિસ્ટા તરીકે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે , સુરભિ ટીવીની એ એકટ્રેસની યાદીમાં આવે છે. જેને ખૂબ ઓછા સમયમાં ઘણી કામયાબી મળી છે.

સુરભિ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. ખાસ કરીને તેનો સાડી લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો છે.