AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibrant Gujarat 2027: વિશ્વના 22 દેશો અને ભારતના 8 શહેરોમાં ગુજરાત સરકાર ગ્લોબલ રોકાણકારોને આપશે ‘આમંત્રણ’

10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગર ખાતે 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ની 11મી આવૃત્તિ યોજાવા જઈ રહી છે. વિશ્વના 22 દેશોમાં ગ્લોબલ રોડ-શોથી લઈને સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગિફ્ટ સિટી જેવા ભવિષ્યના મોટો ઉદ્યોગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Vibrant Gujarat 2027: વિશ્વના 22 દેશો અને ભારતના 8 શહેરોમાં ગુજરાત સરકાર ગ્લોબલ રોકાણકારોને આપશે 'આમંત્રણ'
Image Credit source: AI Generated
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2026 | 8:34 PM
Share

ગાંધીનગર ખાતે 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ યોજાશે. ગુજરાતની વિકાસગાથાને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે રાજ્ય સરકારે આ આયોજન હાથ ધર્યું છે.

​મુખ્ય હાઇલાઇટ્સ

  • ગ્લોબલ આઉટરીચ: ઓક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વિશ્વના 22 દેશોની મુલાકાત લેશે.
  • ​દેશવ્યાપી રોડ-શો: ભારતના 8 પ્રમુખ શહેરોમાં સ્પેશિયલ રોડ-શોનું આયોજન.
  • સમિટ થીમ: “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (Global Future shaping).

ગ્લોબલ ડેલીગેશન: કયા 22 દેશોમાં યોજાશે બેઠકો?

​ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ગ્લોબલ CEOs સાથે સેક્ટર-આધારિત રાઉન્ડ ટેબલ બેઠકો યોજશે.

  1. એશિયા & પેસિફિક: જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેટનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર
  2. યુરોપ: ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, પોલેન્ડ, રશિયા
  3. મિડલ ઈસ્ટ & આફ્રિકા: UAE, કતાર, ઓમાન, કેન્યા, ટાન્ઝાનિયા, મોઝામ્બિક

વિશેષ કનેક્ટિવિટી: આ મુલાકાતો દરમિયાન UAE, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને EU સાથે ભારત દ્વારા કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) થી થનારા વેપારી ફાયદાઓ પણ ગ્લોબલ રોકાણકારો સમક્ષ રજૂ કરાશે.

ભારતના આ 8 શહેરોમાં યોજાશે રોડ-શો:

​ગુજરાતને દેશના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ હબ તરીકે વધુ મજબૂત કરવા ભારતના નીચેના શહેરોમાં રોડ-શો યોજાશે:

ગુવાહાટી | લખનઉ | બેંગાલુરુ | હૈદ્રાબાદ | ચેન્નાઈ | કોલકાતા | જયપુર | ભુવનેશ્વર

ફ્યુચર સેક્ટર્સ પર વિશેષ ભાર (Focus Sectors)

આ વખતની સમિટમાં ભવિષ્યના ગ્લોબલ ઉદ્યોગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:

​સેમિકન્ડક્ટર્સ (Semiconductors)

  1. સાણંદ: ભારતનું સૌથી વ્યસ્ત સેમિકન્ડક્ટર ક્લસ્ટર. માઇક્રોન (Micron), કેન્સ સેમિકોન (Kaynes) અને CG Power-Renesas જેવા મોટા પ્રોજેક્ટ્સ કાર્યરત/પ્રગતિ હેઠળ.
  2. ધોલેરા: ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની PSMC દ્વારા ભારતનો પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફેબ (Fab) સ્થાપવાની કામગીરી ચાલુ (ASML ટેક્નોલોજી પાર્ટનર).

ફિનટેક & ડેટા સેન્ટર્સ (Fintech & Data Centers)

  • GIFT City: ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSCA હેઠળ).
  • 1,000+ સંસ્થાઓ, 20,000+ રોજગારી અને $100 અબજ ડૉલરથી વધુની અસ્કયામતોનું મેનેજમેન્ટ. ​

ગ્રીન એનર્જી (Green Energy Ecosystem)

  1. ખાવડા (કચ્છ): 72,000 હેક્ટરમાં ફેલાયેલો 37 GW ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો સોલર-વિન્ડ હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક.
  2. ગુજરાત ભારતના કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ~18% ફાળો આપે છે.

વર્તમાન સરકારનું વિઝન

“ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે રાજ્ય ભવિષ્યના ઉદ્યોગોમાં અગ્રેસર બનવા સજ્જ છે. ગુજરાત આજે આવતીકાલનું નિર્માણ કરી રહ્યું છે.” – ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, ગુજરાત

​”સેમિકન્ડક્ટરથી લઈને બંદરો સુધીના ક્ષેત્રમાં ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી છે. રાજ્યમાં કરાયેલું દરેક રોકાણ સુરક્ષિત છે અને તેના પર યોગ્ય વળતરની પૂરતી ખાતરી છે.” — હર્ષ સંઘવી (dycm ગુજરાત)

2 દાયકાની સફળ સફર (વર્ષ 2003 થી વર્ષ 2027)

  1. વર્ષ 2003: તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત.
  2. વર્ષ 2024 (10મી આવૃત્તિ): 140થી વધુ દેશોના 61,000+ પ્રતિનિધિઓ અને 30+ પાર્ટનર દેશોની ઐતિહાસિક ભાગીદારી.
  3. ​વર્ષ 2027 ટાર્ગેટ: નવી ટેકનોલોજી, કૌશલ્ય અને વૈશ્વિક ભાગીદારી સાથે આર્થિક વિકાસના નવા રેકોર્ડ સર્જવા.
Input Credit: Kinjal Mishra

WhatsApp પર જ મળશે હવે PF ની તમામ માહિતી, એક ક્લિકમાં જાણો જોડાવાની રીત

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">