Valsad: લો બોલો હવે ખેતરોમાં CCTV, ખેડૂતોને હવે કેરી ચોરીનો ડર !
કેરીને ચોરીથી બચાવવા અને યોગ્ય માવજત થાય એ માટે એક વાડી માલિકએ પોતાની વાડીમાં ત્રીજી આંખ (CCTV) લગાવી છે કે જેથી તેની વાડીમાં ઝાડ ઉપર લટકતી કેરી સુરક્ષિત રહે.
Valsad: ફળોનો રાજ એટલે કેરી અને કેરીનો (Mango) સ્વાદ માણવા કેરી રસીયાઓ કાગડોળે રાહ જોતા હોય છે. પરંતુ લોકોના મો માં મીઠાશ ફેલાવતી આ કેરીની વાડીમાંથી કેરીની ચોરી પણ મોટા પ્રમાણમાં થતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે કેરીને ચોરીથી બચાવવા અને યોગ્ય માવજત થાય એ માટે એક વાડી માલિકએ પોતાની વાડીમાં ત્રીજી આંખ (CCTV) લગાવી છે કે જેથી તેની વાડીમાં ઝાડ ઉપર લટકતી કેરી સુરક્ષિત રહે.
વાપીના (Vapi) વેપારી રાકેશ કાછડિયા, વાપી નજીક આવેલા કવાલ ગામમાં તેમની વાડી છે. અને આ વાડીમાં મોટા પ્રમાણમાં કેરીના ઝાડ છે. જેના ઉપર કેરીનો પાક તૈયાર થઇ રહ્યો છે. જોકે આ મોંઘી કેરીની ચોરી થતી હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આથી કેરીની ચોરીથી બચવા રાકેશભાઈએ પોતાની વાડીમાં 8 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. આ કેમેરા ઈન્ટરનેટ કનેક્શન સાથે જોડવામાં આવ્યા છે. અને તેના આધારે રાકેશભાઈ પળ પળની પરિસ્થિતિ પોતાના મોબાઈલમાં નિહાળે છે.
આંબાની આ વાડી આશરે 4 થી 5 એકરમાં પથરાઈ છે અને આટલી મોટી વાડીમાં દેખરેખ રાખવા માટે એકલ દુકલ નહિ પણ માણસોની ફોજ જોઈએ, તો બીજી બાજુ હાલમાં મજુરો પણ મળતા નથી. આથી કેરીની માવજત માટે તકલીફ પડતી હોય વાડીમાં લગાવેલા સીસીટીવી કેરીની પરિસ્થિતિ બતાવે છે. જેથી જરૂરીયાત પ્રમાણે કેરીની માવજત પણ કરી શકાય છે. એટલું જ નહિ પણ વાડી માલિક રાકેશભાઈએ વાડીમાં એક ઊંચું વોચ ટાવર પણ બનાવ્યું છે કે જે વોચ ટાવર થકી આખે આખી વાડી જોઈ શકાય અને આ ટાવરમાં સ્ક્રીન લગાવી સીસીટીવી નું જોડાણ પણ આપ્યું છે.
આ વર્ષે કેરીનો પાક ખૂબ જ ઓછો છે અને તેવા સમયે કેરીની ચોરી એ પડ્યા પર પાટું સમાન છે.આથી સીસીટીવીમાં કેરીની દેખરેખ એક સારો વિકલ્પ છે. ત્યારે આધુનિક ટેકનોલોજીના આ ઉપયોગથી કેરીની ચોરી અટકાવવાની સાથે સાથે માવજત ઉપર પણ પૂરતું ધ્યાન રખાય રહ્યું છે. વાડીથી લાંબા અંતરે ઘર હોવા છતાં 24 કલાક પોતાની વાડી ઉપર નજર રાખવાનો ઉત્તમ ઉપાય છે.
આ પણ વાંચો :Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિને પાટણ જિલ્લાને મળશે 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ
આ પણ વાંચો :1 લી મે “ગુજરાત સ્થાપના દિવસ” ડાંગ સાથેના મહા ગુજરાતની ચળવળની ઝાંખી