Valsad : વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રિરંગા યાત્રામાં સામેલ થયા, 100 ફૂટ ઉંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી

TV9 GUJARATI

|

Updated on: Aug 13, 2022 | 7:31 PM

ગુજરાતના (Gujarat) નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે વાપીમાં જિલ્લાના સૌથી ઊંચા તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો.વાપીની જાહેર બજારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવી અને સલામી આપી હતી

Valsad : વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રિરંગા યાત્રામાં સામેલ થયા, 100 ફૂટ ઉંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી
Valsad Tiranga Yatra

આઝાદીના અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mahotsav)દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે.ત્યારે વાપી(Vapi) સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આ ઉત્સવને ઐતિહાસિક રીતે ઉજવવામાં આવી રહ્યો છે.આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે વાપીમાં જિલ્લાના સૌથી ઊંચા તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો.વાપીની જાહેર બજારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવી અને સલામી આપી હતી.આ પ્રસંગે વાપી આખું ત્રિરંગામય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

વાપીના જાહેર બજારમાં રંગારંગ ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી.જેમાં વાપી વાસીઓ ઉમટી પડ્યા હતા.લોકો સ્વયંભૂ ત્રિરંગો લઇ અને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.મહત્વપૂર્ણ છે કે નાણામંત્રી દેસાઈના હસ્તે લહેરાવવામાં આવેલો આ ત્રિરંગો વાપીની ગગનચુંબી ઇમારતોથી પણ ઊંચો લાગી રહ્યો હતો.આમ વાપી આખું ત્રિરંગા બન્યું હતું અને જાહેર માર્ગ પર યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં સ્થાનિક લોકો સાથે રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે સામાજિક સંસ્થાઓ,શાળાના બાળકો અને જિલ્લા વહીવટી તંત્ર ના કર્મચારીઓ અને પોલીસ જવાનો પણ જોડાયા હતા.

ત્યારે આ ઐતિહાસિક પર્વ નિમિત્તે વાપીમાં જોવા મળેલા દ્રશ્યોથી નાણામંત્રી કનુ દેસાઈ પણ ગદગદ થયા હતા.આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમને બિરદાવી હતી.

7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન જાહેર કર્યું છે. અત્યારે ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર ત્રિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઈ કહાની જોડાયેલી હોય.

7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ

1. ઠક્કર બાપા, ભાવનગર: ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.

2. ડૉ. ઉષા મહેતા, સુરત: તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.

3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ: અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

4. કિર્તી મંદિર, પોરબંદર: ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા): ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.

6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી: દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.

7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ: શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.

1 કરોડ ત્રિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ ત્રિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે, જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati