Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad Loksabha Election Result 2024: ગુજરાતની આ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં રચાય છે સરકાર, અત્યાર સુધી રહ્યો છે ઈતિહાસ જાણો

ગુજરાતની આ લોકસભા બેઠક આદિવાસી સમુદાય માટે અનામત બેઠક છે. આ બેઠક કોંગ્રેસે વધુ વખત જીતી છે. ભાજપ અહીંથી અત્યાર સુધી પાંચ વખત જીતી ચુકી છે. 2024ની ચૂંટણીમાં આ સીટ પર જે પક્ષના ઉમેદવારની જીત થઈ છે તેમની સરકાર રચાઈ રહી હોવાના સજોગો સર્જાયા છે. લોકસભાની આ બેઠક અને કેન્દ્રની સરકારને લઈ એક અલગ જ માન્યતા છે.

Valsad Loksabha Election Result 2024: ગુજરાતની આ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં રચાય છે સરકાર, અત્યાર સુધી રહ્યો છે ઈતિહાસ જાણો
Follow Us:
| Updated on: Jun 04, 2024 | 5:03 PM

વલસાડ લોકસભા બેઠક ગુજરાતના દક્ષિણ ભાગમાં આવે છે. આ બેઠકનો મોટો હિસ્સો આદિવાસીઓનો છે. આ બેઠક પણ આદિવાસી સમુદાય માટે અનામત છે. છેલ્લી બે ચૂંટણીઓથી આ બેઠક ભાજપ પાસે છે. આ પહેલા આ બેઠક બે ટર્મથી કોંગ્રેસ પાસે હતી. આ ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરાને તક આપીને ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે સારી દાવ રમતા વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી હતી. 7 મેના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું.

આ બેઠક પર 72.71 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ ઉપરાંત બસપાએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં આ બેઠક પર અપક્ષ સહિત કુલ 7 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ખાસ કરીને વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે જાહેર સભા યોજી હતી.

પાંચ બેઠકો વલસાડ જિલ્લાની

વલસાડ લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકો પૈકી વાસંદા બેઠક સિવાયની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. આ લોકસભા મતવિસ્તારમાં એક બેઠક નવસારીમાં અને એક બેઠક ડાંગ જિલ્લામાં છે. બાકીની પાંચ બેઠકો વલસાડ જિલ્લાની છે. અનંત પટેલ પોતે વાસંદાના ધારાસભ્ય છે.

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

ભૂતકાળમાં 1996, 1998 અને 1999માં ભાજપે મેળવી હતી જીત

2022ની ચૂંટણીમાં અનંત પટેલ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે ધવલ પટેલ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ ગત વખતની જેમ હેટ્રિક નોંધાવી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો 1996, 1998 અને 1999માં ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. જે આ હેટ્રીક ફરી ભાજપે વલસાડ લોકસભા સીટમાં જીત મેળવી છે.

2019માં સાંસદ કે.સી.પટેલે વલસાડથી જંગી માર્જિનથી જીત મેળવી હતી

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન સાંસદ કે.સી.પટેલે વલસાડથી જંગી માર્જિનથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને 3,53,797 મતોની સરસાઈથી હરાવ્યા હતા. 2014ની ચૂંટણીમાં ડૉ.કે.સી.પટેલ 2.08 લાખ મતોથી જીત્યા હતા. ત્યારબાદ તેમણે તત્કાલીન સાંસદ કિશનભાઈ પટેલને હરાવ્યા હતા. હવે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ભાજપને જીત અપાવી છે.

ભાજપની વલસાડમાં જીત

હવે વાત ભાજપની જીતને લઈને કરવામાં આવે તો ગુજરાતની સત્તાને લઈ એવી લોકવાયકા છે કે, વલસાડ લોકસભા બેઠક પર જે પાર્ટીની જીત થાય તેની સરકાર કેન્દ્રમાં બનશે. ત્યારે આ લોકવાયકા ક્યાંક ને ક્યાંક સાચી પડી છે તેમ કહેવાય. ભાજપની વલસાડમાં જીત થઈ આ સાથે કેન્દ્રમાં પણ ભાજપની એક બેઠક સિવાય તમામ બેઠકો જીતી છે. એટલે કે વર્ષોથી ચાલતી આવતી લોકવાયકા સાચી ઠરી છે. વલસાડમાં ભાજપની જીતની વાત કરવામાં આવે તો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
g clip-path="url(#clip0_868_265)">