Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાપીની જનતાને 2 દિવસ પાણી નહીં મળે, તો વેરા વસુલાત મામલે 7 ઓફિસોને સીલ કરાઇ

આ વખતે દમણગંગા નદી પાસે મુક્તિ ધામ ઉપર પાણીની પાઈપ લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે.ત્યારે આવતીકાલે એટલે કે 30 અને 31 જાન્યુઆરીના રોજ વાપીની જનતાને પાણી મળશે નહિ.

વાપીની જનતાને 2 દિવસ પાણી નહીં મળે, તો વેરા વસુલાત મામલે 7 ઓફિસોને સીલ કરાઇ
Valsad: 7 offices sealed in Vapi for tax collection
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:00 PM

વાપીના (VAPI) ચલા વિસ્તારમાં 7 જેટલી ઓફીસને વાપી પાલિકા દ્વારા તાળા મારવામાં આવ્યા છે. વાપીના ચલાના મુખ્ય માર્ગ ઉપર આવેલા સીતારામ સ્ક્વેર નામના બિલ્ડીંગની 7 ઓફીસ સીલ (Office seal)કરવામાં આવી છે. આ ઓફીસ દ્વારા હાઉસ ટેક્સ (House tax)ભરવામાં આવ્યો ન હતો. આ ઓફિસોનો કુલ 5.73 લાખ રૂપિયાનો વેરો બાકી હતો. જેથી વેરાની વસુલાત માટે વાપી નગરપાલિકા દ્વારા ઓફિસ માલિકોને વારંવાર નોટીસો આપવામાં આવી હતી. જોકે ઓફીસ માલિકો ટસના મસ ન થતાં આખરે પાલિકાની ટીમ હરકતમાં આવી ગઈ હતી અને 7 જેટલી ઓફિસો સીલ કરવામાં આવી છે.

આ ઓફીસના માલિક લીલાદેવી કિશોરકુમાર બાગરે, રાજેશ ભાવાર્કુમાર બાગરેચા, પ્રકાશકુમાર જશરાજ શાહની મળી કુલ 1,35,057 જેટલો વેરો બાકી હતો અને ચાલુ વર્ષનો 18,182 રૂપિયાનો વેરો બાકી હતો. આ વેરો ભરવા માટે પાલિકાએ માલિકને વારંવાર જાણ કરવા છતાં વેરો ભરવામાં આવ્યો ન હતો. તો બીજી બાજુ વાપી પાલિકાના વોર્ડ નંબર 1,2,3,4,6,9,11 માં જે બાકીદારો છે એવા 2635 જેટલી નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.ત્યારે આવનારા દિવસોમાં આ બાકીદારો દ્વારા વેરો ન ભરવામાં આવે તો તેમની સામે પણ વાપી નગરપાલિકા કડકમાં કડક કાર્યવાહી કરશે.

વાપી શહેરની જનતાને 2 દિવસ પાણી નહિ મળે, પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા સમારકામ હાથ ધરાશે

વાપી પાલિકાની પાઈપ લાઈનમાં અવર નવર ભંગાણ સર્જાતા પાણીના (WATER Problem) ધાંધિયા ઉભા થાય છે.ત્યારે આ વખતે દમણગંગા નદી પાસે મુક્તિ ધામ ઉપર પાણીની પાઈપ લાઈનમાં (Pipe line) મોટું ભંગાણ સર્જાયું છે.જેના કારણે પાણીની પાઇપ લાઈન બંધ કરવામાં આવી રહી છે.ત્યારે આવતીકાલે એટલે કે 30 અને 31 જાન્યુઆરીના રોજ વાપીની જનતાને પાણી મળશે નહિ.

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

દમણગંગા નદીથી નીકળતી આ પાણીની મુખ્યલાઈન છે કે જેના થકી સમગ્ર વાપીમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેથી આ લાઈન મરામત માટે સમગ્ર લાઈન બંધ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આથી રવિવારે અને સોમવારે આ લાઈનની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આથી સંપૂર્ણ પાણીનો પુરવઠો બંધ રાખવો પડશે. વધુમાં આ લાઈન માટે સ્પેશિયલ ટીમ બોલવામાં આવી છે કે જેના થકી મરામતની કામગીરી કરશે.આ રીપેરીંગ મજબૂત થાય એ માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જેથી આ પ્રકારની મુશ્કિલ ફરીથી ન સર્જાય.પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ કરી રીતે સર્જાયું એ સામે આવ્યું નથી.

પરંતુ ભંગાણ થવાના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો હતો.ત્યારે આવતીકાલથી મરામતની કામગીરી કર્યા બાદ સોમવારે મોડી સાંજે અથવા તો મંગળવારે સવારથી વાપીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાધનપુરમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર હુમલાની ઘટના, હજારો લોકો એકઠા થયા, બેકાબુ ભીડ પર પોલીસનો બળપ્રયોગ

આ પણ વાંચો : સુરત પોલીસે પુષ્પા ફિલ્મના પોસ્ટરનો સહારો લીધો, ગુનાખોરી અટકાવવા અનોખો સંદેશ અપાયો

g clip-path="url(#clip0_868_265)">