Vadodara: કારેલીબાગમાં સામી સાંજે એક મહિલાએ પાડોશમાં રહેતી યુવતીની હત્યા કરી નાખી

મીનહાઝ નામની યુવતીની ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા મીનહઝનું મોત થયું, મૃતક મીનહાઝની બહેન કહી રહી છે કે પાડોશમાં રહેતી સમીના નામની મહિલાએ તેની બહેનની નિર્દયતા પૂર્વક હત્યા કરી દીધી.

Vadodara: કારેલીબાગમાં સામી સાંજે એક મહિલાએ પાડોશમાં રહેતી યુવતીની હત્યા કરી નાખી
Vadodara woman Murder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:57 AM

વડોદરા (Vadodara) શહેરના કારેલીબાગમાં સામી સાંજે એક યુવતીની હત્યા (Murder) કરી દેવામાં આવતા પોલીસ (Police) દોડતી થઈ હતી. યુવતીની હત્યાનો આરોપ અન્ય કોઈ પર નહીં પાડોશમાં જ રહેતી મહિલા પર લાગ્યો છે, મૃતકના પરિજનો હત્યાનું કારણ જુદું આપે છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં કારણ જુદું નીકળી રહ્યું છે. કારેલીબાગ પોલીસે હત્યા કરનાર મહિલા (woman) અને તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.

ઘટનાને પગલે વડોદરા શહેરના SSG હોસ્પિટલમાં લોકોના ટોળાં ઉમટ્યાં હતાં. પોસ્ટમોર્ટમ રૂમ આગળ પણ લોકોની મોટી ભીડ જામી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન જ્યાં આવેલું છે તેની સામેની ગલીમાં આવેલ મણિયાર મોહલ્લામાં DCP ACP સહિતના પોલીસ કાફલાની તપાસ શરૂ કરી દીધી અને લોકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી. અહીં એક યુવતીની હત્યા થઈ હતી અને યુવતીની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પાડોશમાં રહેતી એક માહિલા જ છે. મીનહાઝ નામની યુવતીની ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા મીનહઝનું મોત થયું, મૃતક મીનહાઝની બહેન કહી રહી છે કે પાડોશમાં રહેતી સમીના નામની મહિલાએ તેની બહેનની નિર્દયતા પૂર્વક હત્યા કરી દીધી.

મણિયાર નગરમાં બંને પરીવારો નજીકમાં જ રહે છે, મીનહાઝના પિતા ઘરની બહાર હતા તેઓને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા,અને હત્યા કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પોલીસ દ્વારા પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ બાદ હત્યા કરનાર આરોપી મહિલા અને તેના પરિવારજનો ની શોધખોળ શરૂ કરી હતી, બનાવને ગંભીરતા થી લઈ વડોદરા ઝોન-4 DCP પન્ના મોમાયા અને ACP વી જી પટેલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મીનહાઝ ના પરીવારજનો પાસેથી વિગતો જાણી હત્યારાઓ ને ઝડપ થી પકડી પાડવા માટે કારેલીબાગ પોલીસ ને સૂચના આપી હતી.

મીનહાઝ ના પરિવારજનો હત્યાનું કારણ જુદું આપે છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં જુદું કારણ સામે આવી રહ્યું છે, હત્યાના ખરા કારણો અને આરોપીઓને શોધવામાં પોલીસ લાગી છે, જોવાનું હવે એ છે કે હત્યાના ખરા કારણો પરથી ક્યાર સુધીમાં પોલીસ પડદો ઊંચકી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે.

આ પણ વાંચોઃ Navsari: 24 કલાકથી લાઈટ ન અવતાં બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરી પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

આ પણ વાંચોઃ Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">