Navsari: 24 કલાકથી લાઈટ ન અવતાં બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરી પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

છેલ્લા 24 કલાકથી લાઈટ ન આવતા અંદાજિત 200 થી વધુ લોકો બીલીમોરાની દક્ષિણ ગુજરાત વીજ કંપની પર ધસી જતા વીજ કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવાઈ હતી.

Navsari: 24 કલાકથી લાઈટ ન અવતાં બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરી પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો
Bilimora DGVCL office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:31 AM

નવસારી (Navsari) ના બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરીનો ઘેરાવ કર્યો. ભર ઉનાળે 24 કલાક કરતા વધુ સમયથી વીજળી ગુલ હોવાથી લોકોનો પારો આસામાને પહોંચ્યો હતો. મોડી રાત્રે 200થી વધુ લોકોનું ટોળું DGVCL કચેરીએ ધસી ગયું હતું અને પથ્થરમારો કરીને રોષ વ્યક્ત કર્યો હતો. બીજીતરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોના ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. છેલ્લા 24 કલાકથી લાઈટ ન આવતા અંદાજિત 200 થી વધુ લોકો બીલીમોરાની દક્ષિણ ગુજરાત વીજ કંપની પર ધસી જતા પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.

ભર ઉનાળે ગરમીનો પારો ધીમ ધીમે વધી રહ્યો છે ત્યારે લોકો માટે લાઈટ-પંખા વગર રહેવું મુશ્કેલ છે આવી સ્થિતિમાં જો લાઈટ ન આવે તો પારાપાર મુશ્કેલી ઉભી થાય છે. ખાસ કરીને બીમાર માણસો અને નાના બાળકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નવસારીના બિલિમોરામાં 24 કલાક સુધી લાઈટ ન આવતાં લોકો અકળાયા હતા અને વીજ કંપનીની ઓફીસે પહોંચી ગયાં હતાં.

લાઈટ ન અવતાં ત્રસ્ત થઈ ગયેલા લોકો મોડી રાત્રે રજુઆત કરવા DGVCLની ઓફીસે પહોંચ્યા ત્યારે જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો જેથી લોકોમાં રોષ વધુ ભભુક્યો હતો. જોત જોતમાં લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું હતું અને 200થી વધુ લોકો એકઠાં થઈ ગયાં હતાં. વાતાવરણ તંગ બનતાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવાઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસે દોડી આવી હતી અને તેમણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોનો રોષ એટલો બધો હતો કે તે કોઈ પણ ભોગે તાત્કાલિક લાઈટ ચાલુ કરવામાં આવે તો જ ત્યાંથી હટવા માગતા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: શહેરમાં હવે આડેધડ ખાડા નહીં જોવા મળે, ખાડા ખોદતા પહેલા AMC કમિશનરની પરવાનગી લેવી પડશે

આ પણ વાંચોઃ Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">