દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, દરિયો તોફાની બન્યો

સતત વરસાદના પગલે સુરત અને વલસાડના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ તરફ નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી છે. તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, દરિયો તોફાની બન્યો
sea became stormy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:05 PM

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજા (rain) એ ધમાકેદાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સુરત (Surat) માં વહેલી સવારથી અવિરત મેઘ મહેર વરસી રહી છે. તો વલસાડ (Valsad) માં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. સતત વરસાદના પગલે વલસાડના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ તરફ નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી છે. તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આહવા, વઘઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ છવાયો છે. સાપુતારાની તળેટી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. આહવા, વઘઇ અને સુબિરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આહવા અને વઘઇ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. કાળા વાદળો સાથે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતાં વાપી સહતિ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. નામધા, બલીઠા, ચાણોદ, ટાઉન વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલમાં દરિયો પણ તોફાની બન્યો છે. તિથલના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાં હતાં. રજાનો દિવસ હોવાથી સહેલાણીઓ પણ દરિયા કિનારે ઉમટ્યાં હતાં. સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસ પહેરો ગોઠવાયો હતો. તિથલ ચોપાટી પર પોલીસ પહેરા સાથે દોરડા બાધીને સહેલાણીઓને દૂર રાખવામાં આવ્યાં હતાં.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સુરત શહેરમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે બારડોલી પંથક તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. બાબેન, ધમરોડ, રાયમ, કિકવાડ ગામ સહિત સમગ્ર નગરમાં વરસાદ પડ્યો હતો. ઓલપાડ અને સાયણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.સુરત ગ્રામ્યમાં વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કીમ ,કોસંબા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કામરેજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયાં હતાં. દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં ગ્રામ પંચાયત કે સુડા ધ્યાન આપતું નથી અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">