Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2023 : વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં લેશે ભાગ

આજે વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે શહેરના તમામ મહત્વના સ્થળોને તિરંગા અને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. જેથી સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.

Independence Day 2023 : વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં લેશે ભાગ
Chief Minister Bhupendra PatelImage Credit source: file Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 7:07 AM

Independence Day 2023 : આજે વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે શહેરના તમામ મહત્વના સ્થળોને તિરંગા અને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. જેથી સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે.

આ પણ વાંચો : Independence Day 2023 : સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન તિરંગાના રંગે રંગાયા

રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં ભાગ લેશે. સમગ્ર તૈયારીઓને વહીવટી તંત્રએ આખરી ઓપ દીધો છે. મુખ્યપ્રધાન કરોડો રૂપિયાના વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. તેમજ આજે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ વિભાગે 1500 જેટલી પોલીસ બહારથી બોલાવી છે.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

અમદાવાદ રેલ્વે સ્ટેશનને પણ તિરંગાના ત્રણેય રંગોની રોશનીથી રંગાયા

તો બીજી તરફ 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ડિવિઝનની ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરી અને અમદાવાદ, સાબરમતી, ભુજ, ગાંધીધામ, મહેસાણા, વિરમગામ, પાટણ અને વડનગર રેલ્વે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે.

ડીઆરએમ ઓફિસ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને પણ તિરંગાના ત્રણેય રંગોની રોશનીથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનની સુંદરતા વધુ ચમકી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર તિરંગાની સાથે સ્ટેશન વિસ્તારની સુંદરતા જોવા મળી રહી છે.

3 હજાર ખાસ લોકોને આપવામાં આવ્યુ આમંત્રણ

તો આ તરફ સ્વતંત્રતા દિવસ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જે બાદ પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. PM મોદીના સંબોધન પર દેશ જ નહીં દુનિયાની નજર રહેશે. ભારતના આઝાદી પર્વના મુખ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને કેબિનેટના પ્રધાનો સહિત અનેક ગણમાન્ય હસ્તિ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત 3 હજાર ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં સેન્ટ્રલ વિસ્ટા, નવી સંસદનું નિર્માણ કરનારા મજૂરો સહિત ભારત-ચીન સરહદના વાઈબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટના 622 સરપંચ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પીએમ કિસાન યોજનાના કેટલાક લાભાર્થી અને નર્સ, માછીમારો અને ખાદી વર્કરને આમંત્રણ આપવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">