RAJKOT : લોકગાયક કીર્તિદાન ગઢવીએ કર્યો ભાજપનો પ્રચાર, વોર્ડ નંબર 3ના ઉમેદવાર જયમીન ઠાકર માટે કર્યો પ્રચાર

| Updated on: Feb 13, 2021 | 2:03 PM

RAJKOT : લોકગાયક કીર્તિદાન ગઢવી પણ ભાજપના પ્રચારમાં જોડાયા છે. તેમણે રાજકોટના વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર જયમીન ઠાકર માટે પ્રચાર શરૂ કર્યો છે.

RAJKOT : લોકગાયક કીર્તિદાન ગઢવી પણ ભાજપના પ્રચારમાં જોડાયા છે. તેમણે રાજકોટના વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર જયમીન ઠાકર માટે પ્રચાર શરૂ કર્યો છે. આજે વોર્ડ નંબર 2ના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે જયમીન ઠાકર તેમના મિત્ર હોવાથી પ્રેમના તાંતણે બંધાઈને પ્રસંગમાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે સીએમ રૂપાણીની કામગીરીના વખાણ કરતા કહ્યું કે સૌરાષ્ટ્ર પાણી માટે વલખાં મારતું હતું પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવ્યા બાદ પાણીનો પ્રશ્ન હલ થયો છે. જેથી ગાંધીનગરમાં બેઠા બેઠા મુખ્યપ્રધાન રાજી થાય એટલું કરજો. તેમ કહીને કીર્તિદાને ભાજપને મત આપવાની અપીલ કરી.

 

g clip-path="url(#clip0_868_265)">