AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : નૂતન વિદ્યાલયમાં માર મારવાની ઘટનામાં શિક્ષકની થઈ ધરપકડ, જાણો શું હતો સમગ્ર મામલો?

CCTV સામે આવતા વાલી મંડળની આગેવાનીમાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલને મળી શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવાની લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. હાલમાં આ ઘટનામાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

Vadodara : નૂતન વિદ્યાલયમાં માર મારવાની ઘટનામાં શિક્ષકની થઈ ધરપકડ, જાણો શું હતો સમગ્ર મામલો?
નૂતન વિદ્યાલયમાં માર મારવાની ઘટનામાં શિક્ષકની થઈ ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 8:48 AM
Share

વડોદરાના સમામાં આવેલી નૂતન વિધાલયમાં વિધાર્થીને માર મારવાની ઘટના ચર્ચાના ચકડોળે ચઢી હતી. આ ઘટનામાં પોલીસે મોટી કામગીરી કરતા શિક્ષક અનિલ પ્રજાપતિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે શિક્ષકે ધોરણ-9ના વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને નાક અને કાનમાં ઇજા થઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.

જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ દાખલ થયો હતો ગુનો

શિક્ષક અનિલ પ્રજાપતિ વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. સીસીટીવીના ફૂટેજ મુજબ પોલીસ શિક્ષક સામે IPC ની કલમ 323 અને જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનામાં શિક્ષક અનિલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે.  શિક્ષકે ધોરણ 9ના વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા મોઢાના ભાગે ઇજા થઇ હતી.

વિદ્યાર્થીના નાક અને કાનમાં ઇજા થઇ હોવાનો વાલીએ કર્યો હતો આક્ષેપ

નૂતન વિદ્યાલયમાં વિદ્યાર્થીને ધડાધડ ચારથી પાંચ થપ્પડ મારી દેનારા શિક્ષક અનિલ પ્રજાપતિ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નૂતન વિદ્યાલયના શિક્ષકે એક વિદ્યાર્થીને ગાલ અને કાન પર લાફા માર્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.આ ઘટના બાદ વાલી સમાજના અગ્રણીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને શિક્ષકને ડિસમિસ કરવાની માંગણી કરી હોબાળો મચાવ્યો હતો. વાલીનો આક્ષેપ હતો કે બાળકને  થપ્પચ માર્યા બાદ તેના કાનમાંથી લોહી નીકળ્યું હતું.

 શું હતી સમગ્ર ઘટના?

તારીખ 12 ડિસેમ્બરના રોજ સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલય સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે સામાન્ય બાબતમાં ગાલ અને કાન ઉપર લાફા મારતા વિદ્યાર્થીના કાનમાંથી લોહી નીકળ્યું હતું. વિદ્યાર્થિની માતાએ જણાવ્યું હતું કે તેમના બાળકની પાણીની બોટલ તેના સ્કૂલબેગ પર ઢોળાઈ હતી તે સમયે રિસેષનો સમય હતો. આથી બેગ સરખી રતા બાળકને ક્લાસરૂમમાં પહોંચતા મોડું થયું હતું અને આ કારણોસર શિક્ષકે તેમના બાળકને માર માર્યો હતો. આ અંગેના CCTV સામે આવતા વાલી મંડળની આગેવાનીમાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલને મળી શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવાની લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. હાલમાં આ ઘટનામાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">