Vadodara : જિલ્લામાં સરકારી યોજનામાં બાકી લાભાર્થીઓને શોધવા સર્વે હાથ ધરાશે

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જેમને મળવાનો બાકી છે, એવા નાગરિકોને શોધી કાઢવા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. સાંસદે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરતમંદોને ઘરના ઘરનું મકાન આપવા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara : જિલ્લામાં સરકારી યોજનામાં બાકી લાભાર્થીઓને શોધવા સર્વે હાથ ધરાશે
Vadodra MP Ranjan Bhatt Chired Developemt Work Review Meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:33 PM

વડોદરા(Vadodara)ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોર્ડીનેશન એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક સાંસદ રંજનબેન ભટ્ટની(Ranjan Bhatt) અધ્યક્ષતામાં મળી હતી અને જેમાં તેમણે વડોદરા જિલ્લામાં વિકાસની (Developement)ખૂટતી કડી પરસ્પર સંકલનથી પૂરાવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં કલેકટર શ્રી અતુલ ગોર તરફથી એવી માહિતી આપવામાં આવી હતી કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જેમને મળવાનો બાકી છે, એવા નાગરિકોને શોધી કાઢવા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. સાંસદે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરતમંદોને ઘરના ઘરનું મકાન આપવા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આવા લાભાર્થીઓને ઘર બનાવવા માટે ગ્રામસભાની મંજૂરી આપે તેની પસંદગી કરવામાં આવે છે. હવે જ્યારે નવો સર્વે કરવામાં આવે ત્યારે કોઈ સાચો લાભાર્થી રહી ના જાય એની તકેદારી રાખવા તેમણે સૂચના આપી હતી.

 લાભાર્થીઓને કોઈ અગવડતા ના પડે એ રીતે સંકલનથી કામગીરી કરવી

તેમણે એવું પણ કહ્યું કે સમાજના સર્વ કલ્યાણ માટે કેટલીક યોજનાઓ માટે સરકાર દ્વારા લાભાર્થીઓની સંખ્યાની ઉપરી સીમા નક્કી કરવામાં આવતી નથી. પાત્રતા ધરાવતા તમામ અરજદારોને લાભ આપવામાં આવે છે.  જેમકે વૃદ્ધ અને વિધવા સહાય જેવી યોજનામાં લાભાર્થીઓને કોઈ અગવડતા ના પડે એ રીતે સંકલનથી કામગીરી કરવી જોઈએ. આ બાબતમાં કલેકટર એ સર્વે કરવામાં આવનાર હોવાની માહિતી પ્રસ્તુત કરી હતી. જેને સમિતિના સભ્યોએ આવકારી હતી.

આ બેઠકમાં પાણી પુરવઠા, રસ્તા, સ્માર્ટ સિટી, સિંચાઇ, સંચાર સેવા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ વિભાગો દ્વારા અમલી યોજનાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વિધાયકોએ  મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.   આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, શૈલેષભાઈ મહેતા, અક્ષયભાઈ પટેલ, કેતનભાઈ ઇનામદાર, સીમાબેન મોહિલે, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, અધિક કલેકટર સંજય પંડ્યા અને સુધીર પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

આ પણ વાંચો :  Surat : રશિયા-યુક્રેનના યુદ્ધથી ડાયમંડ ઉદ્યોગની ચમક ઝાંખી પડવાના એંધાણ

આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધિકારીઓને સુચના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">