VADODARA : SSG હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના તબીબોની જટિલ ઓપરેશનમાં સફળતા

VADODARA : SSG હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના તબીબોની જટિલ ઓપરેશનમાં સફળતા
ધનસુખભાઈ ચૌહાણ- ભરૂચ

6 કલાકના લાંબા ઓપરેશન બાદ ધનસુખભાઈના મગજ ઉપરની 80 ટકા ગાંઠ દૂર કરી શકાઈ છે. જો 100 ટકા ગાંઠ દૂર કરે તો પણ દર્દીને બોલવાની શક્તિ પર અસર પડી શકતી હતી. જેથી ગાંઠનો બાકીનો ભાગ રેડિયોથેરાપી દ્વારા ધીમેધીમે દૂર કરવામાં આવશે.

yunus.gazi

| Edited By: Utpal Patel

Dec 01, 2021 | 6:28 PM

કોઈપણ વ્યક્તિના શરીરમાં ઓપરેશન કરવું એ અત્યંત કપરું અને કષ્ટદાયક હોય છે. તેમાં પણ મગજનું ઓપરેશન (operation)કરવું અત્યંત જટિલ હોય છે.(brain) મગજમાં ગાંઠ હોવી અને તેમાં પણ ડાબા ભાગે ગાંઠ હોય અને તેનું ઓપરેશન કરવુ દર્દીના જીવન સામે ખતરા રૂપ હોય છે.(VADODARA) વડોદરાની SSG હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના તબીબોએ(Doctors) આ ખતરો ઉપાડી લીધો અને એક દર્દીના જીવન સામે ઉભા થયેલ ખતરાને દૂર કર્યો.

49 વર્ષીય ધનસુખભાઈ ચૌહાણ (patient)ભરૂચના જંબુસરમાં આવેલ પીપળી ગામના રહેવાસી છે. ધનસુખભાઈ ખેતીકામ કરી ગુજરાન કરે છે. તેઓને અચાનક માથામાં દુખાવો શરૂ થયો અને ત્યાર પછી ખેંચ આવવાની શરૂઆત થઈ. પરિવારજનોએ નિદાન કરાવ્યું. તો મગજના ડાબા ભાગે 7.7 સેન્ટિમીટરની ગાંઠ હતી. જો તે ગાંઠ દૂર કરવામાં ન આવે તો ધનસુખભાઈ બોલવા સાંભળવાની શક્તિ છીનવાઈ શકતી હતી. જંબુસરના ડૉકટરોએ વડોદરાના ન્યુરોલોજીસ્ટ ડૉ.અમેય પાટણકર પાસે સારવાર કરાવવાની સલાહ આપી.

ડૉ.અમેય પાટણકર જ્યારે ધનસુખભાઈના મગજના ભાગની ચકાસણી કરી તો મગજના ડાબી બાજુએ ગાંઠ હતી, તે ઓપરેશન કરીને જ દૂર કરી શકાય. આ ઓપરેશન અત્યંત જટિલ અને ખર્ચાળ હોવાને કારણે ડૉ.અમેય પાટણકરે પોતાના ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવાને બદલે SSG હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. આ સર્જરીને અવેક ક્રેનોટોમી તરીકે ઓળખવામાં આવે છે. અને તે સર્જરી કરવા માટે ખુબજ કાળજી લેવી પડે છે. દર્દીની ખોપરીને ખોલી મગજની નસો ઉપર આ ઓપરેશન કરવાનું હોય છે. કોઈપણ ઓપરેશન કરવાનું હોય ત્યારે દર્દીને બેભાન કરવો પડે છે. શરીરના જે ભાગ પર ઓપરેશન કરવાનું હોય તે ભાગને બહેરો કરવો પડે છે, પરંતુ ધનસુખભાઈનું જે ઓપરેશન કરવાનું હતું, તેમાં તેઓને ભાનમાં રાખીને અને ઓપરેશન દરમિયાન તેઓની સાથે સતત વાતચીત કરતા રહીને સર્જરી કરવાની હતી.

6 કલાકના લાંબા ઓપરેશન બાદ ધનસુખભાઈના મગજ ઉપરની 80 ટકા ગાંઠ દૂર કરી શકાઈ છે. જો 100 ટકા ગાંઠ દૂર કરે તો પણ દર્દીને બોલવાની શક્તિ પર અસર પડી શકતી હતી. જેથી ગાંઠનો બાકીનો ભાગ રેડિયોથેરાપી દ્વારા ધીમેધીમે દૂર કરવામાં આવશે.

SSG હોસ્પિટલમાં લાંબા તબીબી નિરીક્ષણ બાદ ધનસુખભાઈ સ્વસ્થ છે અને તેઓ જાતે હરીફરી શકે છે. SSG હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવેલી સારવારથી તેઓ સંતુષ્ટ અને ખુશ છે. થોડા મહિનાઓ પૂર્વ તેઓના ચહેરા પર જે ચિંતાની રેખાઓ દેખાતી હતી. તે હવે હાસ્યમાં પરિવર્તિત થઈ ગઈ છે.

મગજના કોઈપણ ભાગમાં ઓપરેશન ((operation))કરવું તે અત્યંત ખર્ચાળ હોય છે. ઓપરેશન પાર પાડવા માટેના જરૂરી સંશાધનો પણ એટલા જ મોંઘા હોય છે. પરંતુ SSG હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી માટેના કેસોની સંખ્યા વધી રહી હોવાથી મોંઘી મશીનરી ખરીદીને પણ દર્દીઓને મફત કે રાહત દરે સારવાર અને ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન SSG ખાતે મગજની અલગ અલગ 4300 જેટલી સર્જરી કરવામાં આવી. તો ચાલુ વર્ષ દરમિયાન 625 જેટલી સર્જરી કરાઈ.આ એ આગામી દિવસો કેસોની સંખ્યામાં વધારો જોતા અન્ય મશીનરી વસાવવાનું વિચારણા કરી છે.

વડોદરાની SSG હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના તબીબોએ(Doctors) આ ખતરો ઉપાડી લીધો અને એક દર્દીના જીવન સામે ઉભા થયેલ ખતરાને દૂર કર્યો.

ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી અને મુખ્યત્વે વિદેશ કે દેશના મોટા શહેરોની હોસ્પિટલોમાં જે સંશાધનો ઉપલબ્ધ છે. તેવી મોંઘીદાટ સારવાર કે ઓપરેશન સુવિધા હવે SSG હોસ્પિટલમાં જ ઉપલબ્ધ બનતા માત્ર વડોદરા જ નહીં મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યોના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વરદાનરૂપ સાબિત થશે. જેઓને નાણાંના અભાવે કે સંસાધનોના અભાવે આવી જટિલ સર્જરી કરાવવી પડે તેમ નથી હોતી અને જીવ ખોવાનો કે લાંબા સમય સુધી પીડાઓ ભોગવવાનો વારો આવતો હોય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati