Vadodara: ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા: અસંખ્ય માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ થયા દોડતા, જર્જરીત માર્ગોનું કર્યુ નિરીક્ષણ

Vadodara: માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ફિલ્ડમાં દોડતા થયા છે. માર્ગ મકાન વિભાગના સિનિયર અધિકારીઓ એ વડોદરા ખાતે મધ્ય ગુજરાતના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી અને જર્જરીત માર્ગોની ફરિયાદો બાબતે CMની ટકોર બાદ વારંવાર જર્જરિત થતા માર્ગો અને રાજ્ય સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટના નિર્માણ કાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

Vadodara: ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા: અસંખ્ય માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ થયા દોડતા, જર્જરીત માર્ગોનું કર્યુ નિરીક્ષણ
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:18 PM

Vadodara: રાજ્યના માર્ગોની જર્જરિત હાલત તથા બ્રિજોની ગુણવત્તા અંગે વધતી ફરિયાદોને ગંભીરતાથી લેનાર CM ભુપેન્દ્ર પટેલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ભૂમિકા પર સીધી નજર રાખવાનું શરૂ કરતાજ સિનિયર અધિકારીઓ હવે ફિલ્ડમાં દોડતા થયા છે. માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ પી.આર. પટેલિયા સહિતના ગાંધીનગરના સિનિયર અધિકારીઓએ ગુરુવારે વડોદરાના સાયજીપૂરા સર્કિટ હાઉસ (Circuit House) ખાતે મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજવા ઉપરાંત રાજ્ય સરકારના કેટલાક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી.

રાજ્યના મલાઈદાર મંત્રાલયો પૈકીના એક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરી પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જ્યારથી સીધી નજર રાખવાનું શરૂ કર્યું છે ત્યારથી વિભાગના અધિકારીઓની ઝડપમાં ગજબની ઊર્જાના સંચાર થયા છે. સરકારી ચેમ્બરોના ટેબલો પર અને કોન્ફરન્સ રૂમોમાં જ ગોઠવાયેલા રહેતા અધિકારીઓ હવે ગાંધીનગરથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી દોડતા થયા છે.

વડોદરા હાઇવે પર આવેલ સાયજીપૂરા સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર થી દોડી આવેલા માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ તથા મુખ્ય ઈજનેર  (દક્ષિણ ગુજરાત) પી આર પટેલિયાએ મધ્ય ગુજરાતના જીલ્લા ઓના અધિકારીઓ સાથે જિલ્લામાં વિભાગ અંતર્ગત ચાલતા માર્ગો, બ્રિજોના કામો તથા અન્ય કામોની સમીક્ષા કરી હતી. વિવિધ જિલ્લાઓની તબક્કાવાર આ સમીક્ષા બેઠકોમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અધિક સચિવ પી આર પટેલિયા એ ટીવી નાઈન સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક રૂટિન વિઝીટ હતી, વિભાગના અધિકારીઓ અને ક્ષેત્રથી રૂબરૂ થવાના પ્રયાસના ભાગરૂપે આ મુલાકાત ગોઠવાઈ હતી, વડોદરા અને મધ્ય ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ પ્રોજેકટની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી, વડોદરા જિલ્લાના અને ડભોઇમાં ચાલતા વિવિધ પ્રોજેકટ ની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

વડોદરાના માર્ગોની સ્થિતિ સારી, વર્ષા ઋતુમાં નાગરિકોને તકલીફ ન પડે તે પ્રકારે તત્કાલ કામગીરી કરવા અધિક સચિવ પટેલિયાની તાકીદ વર્ષા ઋતુમાં બિસ્માર માર્ગોની મરામત અંગે કોઈ માહિતી મેળવવામાં આવી કે કેમ અને કોઈ આદેશ આપવામાં આવ્યો છે? તેવા ટીવી નાઈન ના પ્રશ્નના ઉત્તરમાં અધિક સચિવ પી આર પટેલિયાએ જણાવ્યું કે વડોદરાના માર્ગોની સ્થિતિ અત્યાર સુધી સારી છે પરંતુ ચોમાસાની ઋતુમાં કોઈને તકલીફ ન પડે તે રીતે તમામ કામગીરી ઝડપથી કરવા અને અધૂરા પ્રોજેકટ પૂર્ણ કરવા સૂચના આપી છે.

માલસર બ્રિજની કામગીરીનું અધિક સચિવ દ્વારા નિરીક્ષણ

અધિક સચિવ પી આર પટેલિયા એ વડોદરા જિલ્લાના શિનોર માં નર્મદા બ્રિજ પર બની રહેલ માલસર બ્રિજની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. 179.47 કરોડના ખર્ચે બની રહેલ અંદાજે ત્રણ કિલોમીટર ઉપરાંતનો વિશાળ બ્રિજ એજ કંપની બનાવી રહી છે. જે કંપનીએ બિહારના ગંગા નદી પર સિગ્નેચર બ્રિજ બનાવ્યો અને હમણાં થોડા સમય પૂર્વજ તે અધવચ્ચે તૂટી ગયો છે, ગંગા નદી પરનો બ્રિજ તૂટ્યા બાદ વિપક્ષ દ્વારા માલસરના બ્રિજની કામગીરીને લઈને પણ સવાલો ઉભા કર્યા હતા. આ તમામ બાબતોને લઈને અધિક સચિવ પી આર પટેલિયા એ માલસર બ્રિજ ની કામગીરીનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવા સાથે બાકીની કામગીરી ક્યાર સુધીમાં પૂર્ણ થશે તે અંગે વિસ્તૃત વિગતો મેળવી હતી.

આ પણ વાંચો : Vadodara: કોર્પોરેશને પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય, ગણતરીના કલાકોમાં જ લીધો યુ-ટર્ન, જુઓ Video

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગની કામગીરીનું મૂલ્યાંકન કરી વિભાગની કમગીરીને વધુ અસરકારક બનાવવા કેટલાક બદલાવ લાવવામાં આવ્યા છે. માર્ગોનાં વધુ અસરકારક મોનીટરિંગ અને સુપરવિઝન માટે મુખ્ય ઇજનેર સ્ટેટ અને મુખ્ય ઇજનેર પંચાયત એમ બે જગ્યાને બદલે મુખ્ય ઇજનેર ઉત્તર ગુજરાત, મુખ્ય ઇજનેર દક્ષિણ ગુજરાત અને મુખ્ય ઇજનેર સૌરાષ્ટ્રની જગ્યા રિઓર્ગેનાઈઝ કરવામાં આવી છે, આ નવા બદલાવ પછી ની વડોદરા ખાતે મળેલી બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">