Gujarat Video: લોકસભા ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરી તૈયારી, CM ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ધારાસભ્યો અને પદાધિકારીઓની મળી બેઠક
Ahmedabad: લોકસભા ચૂંટણીને લઈને ભાજપ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગઈકાલે પાટણ લોકસભામતવિસ્તારના મંથનને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડોદરમાં બેઠક યોજી હતી. ત્યારે આજે સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભાને લઈને બેઠક મળી.
CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગાંધીનગર લોકસભાને લઈ મંથન કરવામાં આવ્યું. આ બેઠકમાં નારણપુરા, વેજલપુર, સાણંદ, કલોલ, ગાંધીનગર ઉત્તર અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્યો હાજર રહ્યાં. આ ઉપરાંત AMCના પદાધિકારી, કોર્પોરેટર અને ભાજપ આગેવાનો જોડાયા.
CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. આ સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈ બુથ મેનજમેન્ટ અને જનસંપર્ક અભિયાન મુદ્દે પક્ષના કાર્યકરોને CM ભૂપેન્દ્ર પટેલે સૂચન આપ્યું. આ બેઠકમાં થયેલી ચર્ચા અને મહત્વના મુદ્દા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને માહિતી આપવામાં આવશે.
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જંગી માર્જીનથી જીતવાનો લક્ષ્યાંક
આપને જણાવી દઈએ કે લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતની તમામ 26 બેઠકો જંગી માર્જીન સાથે જીતવાના અભિયાનના શ્રીગણેશ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મધ્ય ગુજરાતથી કરી દીધા છે.
આમ તો નરેન્દ્ર મોદી શાસનના નવ વર્ષની યશગાથા લોકો સુધી પહોંચાડવા ખાસ અભિયાન અંતર્ગત પંચમહાલ ખાતે જનસભા અને વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલન સાથે વડોદરાના શ્રેષ્ઠીઓ સાથે સંવાદનું આયોજન કર્યુ હતુ. જો કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય 2024 લોકસભા ચૂંટણી જંગ જંગી બેઠકો અને જંગી માર્જિનથી જીતવાના અભિયાનને ગતિ આપવાનો હતો.
આ દરમિયાન પંચમહાલની સભા અને વડોદરાના બે અગાઉથી જાહેર કાર્યક્રમો કાર્યકર્તા સંવાદ અને પ્રબુદ્ધ નાગરિક સંવાદ સુધી જેપી નડ્ડાનો પ્રવાસ સિમિત હોત તો મોદી શાસનના 9 વર્ષની ઉજવણીની શૃંખલાના ભાગરૂપે જ નડ્ડાનો પ્રવાસ બની રહેત. જો કે વડોદરા ખાતે પાટણ લોકસભાના હોદ્દેદારો સાથે બંધ બારમે વિશેષ બેઠક પણ કરી હતી.
Input Credit- Ronak Varma- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો