વડોદરા : સોખડા મંદિરના સંતોના વિવાદમાં ભક્તો બન્યા શિકાર, ગુંજન પટેલ અને કૃણાલ ઠક્કરને ટોળાએ માર માર્યો

અહીં એ જાણવું જરૂરી છે કે અનુજને સંતો દ્વારા મારવામાં આવેલા માર પહેલા અમદાવાદમાં મોટાપાયે મારામારી સર્જાઇ હતી. જેમાં સોખડાના બ્રહ્મવિહારી સ્વામીના સમર્થકો પર મારામારીનો ખુલ્લો આરોપ ફરિયાદી પક્ષ કરી રહ્યો છે. આ કેસમાં સોખડા મંદિર તરફથી હાલમાં પ્રતિક્રિયા આપવાનો ઈનકાર થઈ રહ્યો છે.

વડોદરા : સોખડા મંદિરના સંતોના વિવાદમાં ભક્તો બન્યા શિકાર,  ગુંજન પટેલ અને કૃણાલ ઠક્કરને ટોળાએ માર માર્યો
Vadodara: Sokhada Swaminarayan temple controversy heats up

વડોદરાના (Vadodara) સોખડા (Sokhada Swaminarayan Temple) સ્વામિનારાયણ મંદિરનો વિવાદ (Controversy)તાજો છે. જોકે અહીં સવાલ એ સર્જાયો છે કે અનુજને સંતોએ કેમ માર માર્યો. આપને જણાવી દઇએ કે આ સમગ્ર વિવાદની શરૂઆત અમદાવાદથી થઇ હતી. અમદાવાદના ગૂંજન પટેલ અને કૃણાલ ઠક્કરને 100 લોકોના ટોળાએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV Tv9 પાસે છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે 100 લોકોનું ટોળું સોસાયટીનો દરવાજો તોડે છે. અને ગૂંજનને પકડીને માર મારે છે. મારામારીની ઘટનામાં ગૂંજનની પાંસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારનો આરોપ હતો કે બ્રહ્મવિહારી સ્વામીએ માણસો મોકલીને ગૂંજન પર હુમલો કરાવ્યો.

ગૂંજનના માતાના આરોપ

આ ઘટના બાદ ગૂંજનના માતા સહિત કેટલીક મહિલાઓ સોખડા મંદિર ખાતે રજૂઆત માટે પહોંચી હતી. જ્યાં અનુજ રજૂઆતકર્તા મહિલાઓનો કથિત વીડિયો ઉતારી રહ્યો હતો. Tv9 પાસે મહિલાઓની રજૂઆતનો વીડિયો પણ છે. આ જ કથિત વીડિયો ઉતારવાની અનુજને સજા મળી હતી. આરોપ એવો લાગી રહ્યો છે કે મંદિર સંચાલકોએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અટકાવવા છતા અનુજ ન અટકતા મંદિરના સંતોએ અનુજ સાથે મારામારી કરી. ત્યારે પોતાના દિકરા પર હુમલો કેમ કરાવ્યો તે સવાલનો જવાબ શોધવા એક માતા દર દર ભટકી રહી છે.

કૃણાલ ઠક્કરના આરોપો

જોકે સોખડા મંદિર સંતોના બે જૂથમાં વહેંચાઇ ગયું હોવાનો આરોપ લગાવ્યો છે ખુદ સંપ્રદાયના અનુયાયીએ. કૃણાલ ઠક્કર એ જ વ્યક્તિ છે જે 100 લોકોના ટોળાનો શિકાર બન્યો. કૃણાલ ઠક્કરે પણ પોલીસ મથકે કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

અહીં એ જાણવું જરૂરી છે કે અનુજને સંતો દ્વારા મારવામાં આવેલા માર પહેલા અમદાવાદમાં મોટાપાયે મારામારી સર્જાઇ હતી. જેમાં સોખડાના બ્રહ્મવિહારી સ્વામીના સમર્થકો પર મારામારીનો ખુલ્લો આરોપ ફરિયાદી પક્ષ કરી રહ્યો છે. આ કેસમાં સોખડા મંદિર તરફથી હાલમાં પ્રતિક્રિયા આપવાનો ઈનકાર થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે આ કેસમાં પોલીસ તપાસમાં શું સામે આવે છે. અને વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.

આ પણ વાંચો : Gujarat સરકારે શાળા અને શિક્ષણ વિભાગમાં શનિવારે રજા જાહેર કરી

આ પણ વાંચો : ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આંચકો, વિજય સુંવાળા પાર્ટી છોડશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati