ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આંચકો, વિજય સુંવાળા પાર્ટી છોડશે

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટીથી છેડો ફાડશે. તેવો આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 9:35 PM

ગુજરાતમાં(Gujarat)  વિધાનસભા ચુંટણી પૂર્વ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા(Vijay Suvala)  આમ આદમી પાર્ટીથી છેડો ફાડશે. તેવો આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી નેતા વિજય સુંવાળા ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચુંટણીમાં મતદાન કુટીરની અંદરના EVMનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો હતો. જેમાં આપ નેતા વિજય સુંવાળા પર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગાંધીનગર : મેયર હિતેષ મકવાણાએ ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી, HIV+ બાળકો સાથે ભોજન માણ્યું

આ પણ વાંચો : Surat : ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયા સંસ્થાઓ દ્વારા અભિયાન શરૂ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">