Gujarat સરકારે શાળા અને શિક્ષણ વિભાગમાં શનિવારે રજા જાહેર કરી
શનિવારે રાજ્યની શિક્ષણ વિભાગને સંલગ્ન તમામ કચેરીઓમાં રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી શાળાઓ, કોલેજમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક દિવસની વધુ રજા મળશે
ગુજરાતમાં એક તરફ કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શિક્ષકો (Teachers) અને વિદ્યાર્થીઓને સળંગ ત્રણ દિવસની રજાનો(Holiday)લાભ મળે તે માટે આવતીકાલ માટે રજા જાહેર કરાઈ છે. જેમાં શનિવારે રાજ્યની શિક્ષણ વિભાગને સંલગ્ન તમામ કચેરીઓમાં રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી શાળાઓ, કોલેજમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક દિવસની વધુ રજા મળશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં શુક્રવારે શાળા અને સરકારમાં ઉત્તરાયણની રજા હતી. જયારે 15 જાન્યઆરી શનિવારે શાળા અને શિક્ષણ વિભાગ ચાલુ હતો. જ્યારે રવિવારે જાહેર રજા હતી. જેના પગલે એક દિવસ માટે વિધાર્થી અને શિક્ષકોને શાળાએ જવું પડે તેમ હતું. જેના પગલે રાજયના શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેથી શિક્ષણ મંત્રીએ આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રતા કરી હતી. તેમજ અંતે શનિવારની રજાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : સાણંદમાં કમકમાટીભરી ઘટના, માતા સહિત બે બાળકોનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ
આ પણ વાંચો :Surat : ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયા સંસ્થાઓ દ્વારા અભિયાન શરૂ