રોમિયોગીરી કરતા યુવકને વડોદરા પોલીસે પાસા હેઠળ ધકેલ્યો, કાયદામાં સુધારા બાદ છેડતીના કેસમાં પ્રથમવાર ઉપયોગ

|

Feb 23, 2022 | 11:29 PM

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના તમામ પોલીસ મથકોને જાહેરમાં યુવતીઓ,સગીર બાળાઓ,મહિલાઓની છેડતી અને જાતીય સતામણી કરતાં અસામાજિક તત્વોની સખ્ત સજા કરવાની સૂચના આપવામાં આવી છે

રોમિયોગીરી કરતા યુવકને વડોદરા પોલીસે પાસા હેઠળ ધકેલ્યો, કાયદામાં સુધારા બાદ છેડતીના કેસમાં પ્રથમવાર ઉપયોગ
Vadodara Police Book Youth In PASA For molestation

Follow us on

દારૂ જુગારની પ્રવૃત્તિ કરનાર બુટલેગર હોય,મારામારી ગુંડાગીરી કરતા ગુનેગારોને પાસાની(PASA) સજા ના તમે અનેક સમાચાર વાંચ્યા સાંભળ્યા હશે, પરંતુ હવે બહેન દીકરીઓની સામાન્ય છેડતી કરી હોય તો તેને પાસા પણ થઇ શકે છે. વડોદરા(Vadodara)  શહેર પોલોસે પાસા કાયદામા થયેલા નવા સુધારા ઉમેરાનો પ્રથમ વાર ઉપયોગ કર્યો અને પ્રથમ વાર એક છેડતીબાજને પાસા હેઠળ રાજકોટની(Rajkot)  જેલમાં ધકેલી દીધો છે.આ વટહુકમ દ્વારા પાસાના કાયદામાં નવો સુધારો કરીને કલમ ૨(એચ) (એ) થી જાતીય સતામણીના અપરાધને પાસાને યોગ્ય બનાવવામાં આવ્યો છે.વડોદરા શહેર પોલીસે પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘ અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ નવી જોગવાઇનો સકારાત્મક અને ઉદાહરણીય ઉપયોગ કરીને યુવતીની છેડતી,જાહેર અપમાન અને જાતીય સતામણીના આરોપીને પાસા હેઠળ રાજકોટ જેલ ભેગો કર્યો છે.

જાતીય સતામણી કરવા અને ધાકધમકી આપવા સહિતના આરોપો હેઠળ ફરિયાદ

આ ઘટનાની વિગતમાં નવાયાર્ડ વિસ્તારના રોશન નગર નિવાસી મહંમદ જાહિદ સામે ફતેગંજ પોલીસ મથકમાં IPCની કલમ 354 (A)(1)(I),354 (D),506 અને એટ્રોસિટી કાયદાની કલમ 3 (1)(R)(S),3(2)(5A) હેઠળ ગુનો નોંધાયો હતો.તેની સામે તા.5 /2/2022 ના રોજ રાત્રીના સમયે એ વિસ્તારમાં રહેતી અને નોકરી પૂરી કરીને ઘેર પાછી રહેલી યુવતીનો પીછો કરી,તેનું વાહન રોકી, હાથ પકડી જાહેરમાં અભદ્ર વર્તન,ગાળાગાળી કરવા,જાતીય સતામણી કરવા અને ધાકધમકી આપવા સહિતના આરોપો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

પાસા હેઠળ અટકાયતમાં લઈને રાજકોટ જેલ ભેગો કરવામાં આવ્યો

આ વ્યક્તિના આ પ્રકારના વર્તન થી અને અસામાજિક પ્રવૃત્તિ થી સગીર બાળાઓ પર અને સમાજ જીવન પર ગંભીર અસરો થવાનું જોખમ સર્જાયું હતું.તેને અનુલક્ષીને આ વ્યક્તિ સામે ૧૯૮૫ ના અસામાજિક પ્રવૃત્તિઓ પ્રતિબંધક ધારા અને ઉપરોક્ત નવા સુધારા અન્વયે જાતીય સતામણી ના અપરાધ તરીકે તેને મુલવતી દરખાસ્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ કમિશનરશ્રી ના આદેશ થી આ વ્યક્તિને પાસા હેઠળ અટકાયતમાં લઈને રાજકોટ જેલ ભેગો કરવામાં આવ્યો છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ ડામવાની એક નવી દિશા

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના તમામ પોલીસ મથકોને જાહેરમાં યુવતીઓ,સગીર બાળાઓ,મહિલાઓની છેડતી અને જાતીય સતામણી કરતાં અસામાજિક તત્વોની સખ્ત સજા કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફતેગંજ પોલીસની આ દાખલારૂપ કાર્યવાહી એ અસામાજિક પ્રવૃત્તિઓ અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ ડામવાની એક નવી દિશા દર્શાવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં LRD અને PSIની ફિઝિકલ પરીક્ષામાં ગેરલાયક ઠરેલા કેટલાક ઉમેદવારોને હાઇકોર્ટ તરફથી રાહત

આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજાના અધિકારની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો, કરી આ ટકોર

 

Next Article