Jamnagar : બાળકને ટ્યુશન મુકવા જતી મહિલાને રખડતા ઢોરે ઉછાળી, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જૂઓ Video
ગાયના હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જયાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, યુવતી પોતાના બાળક સાથે જઈ રહી હતી. તે સમયે અચાનક રસ્તે દોડતી રખડતી ગાયે યુવતી પર હુમલો કર્યો હતો.
Jamnagar : જામનગરમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે વધુ એક રખડતી ગાયની હુમલાની ઘટના સામે આવી છે. શહેરના દિગ્વિજય પ્લોટમાં રખડતી ગાયે યુવતી પર હુમલો (attack) કર્યો હતો. યુવતી પોતાના બાળકને ટયુશનમાં મુકવા જતી હતી તે સમયે ઘટના બની હતી. જે પછી તાત્કાલિક ધોરણે યુવતીને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ યુવતીની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ સારવાર માટે ખસેડાઈ છે.
ગાયના હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જયાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, યુવતી પોતાના બાળક સાથે જઈ રહી હતી. તે સમયે અચાનક રસ્તે દોડતી રખડતી ગાયે યુવતી પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રખડતા પશુના માલિક સામે કડક કાર્યવાહીની લોકોએ માગ કરી હતી. સમગ્ર ઘટનાને પગલે અહીં તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. સવાલ એ છે કે હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ ઢોર પકડવાની કામગીરી કેમ થતી નથી?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો