Gujarat Video: વડોદરામાં મિત્રના આધારકાર્ડનો ઉપયોગ કરી યુવતીને હોટલમાં લઈ જતો વિધર્મી યુવક ઝડપાયો, મેનેજર સહિત 3 ની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 11:21 AM

Vadodara: વડોદરાના તરસાલી વિસ્તારની એક હોટલમાં વિધર્મી યુવક મિત્રનુ આધારકાર્ડ લઈને યુવતીને હોટલમાં લઈ જતો હોવાનુ સામે આવ્યુ હતુ. મકરપુરા પોલીસે ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

 

વડોદરા ના તરસાલી વિસ્તારમાં આવેલી એક હોટલમાં મિત્રના આધારકાર્ડનો ઉપયોગ કરીને વિધર્મી યુવક યુવતીને લઈ હોટલમાં લઈ જતા ઝડપાયો હતો. VHP દ્વારા આ અંગે વિધર્મી યુવકને હોટલથી ઝડપ્યો હતો અને તેના આધારકાર્ડની વિગતોની ખરાઈ કરાવવતા મિત્રનુ આધારકાર્ડ હોવાનુ સામે આવ્યુ હતુ. યુવતીને તે ત્રણ વાર આ રીતે હોટલમાં લઈ ગયો હોવાનુ સામે આવ્યુ હતુ. મકરપુરા પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે અને હોટલના મેનેજર અને વિધર્મી યુવક સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

યુવકે કબૂલાત કરી હતી કે, તેણે હોટલના રુમનો ઉપયોગ કરવા માટે મિત્ર હિતેન ઠાકોરના આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. તે આ રીતે આધારકાર્ડ દર્શાવીને મિત્રના નામે એન્ટ્રી કરાવીને હોટલમાં રુમ મેળવતો હતો અને યુવતીને લઈ જતો હતો. મકરપુરા પોલીસે ઘટનાને લઈ તપાસ શરુ કરી છે. મિત્ર હિતેશ ઉપરાંત આધારકાર્ડ અને વ્યક્તિની યોગ્ય ખરાઈ નહીં કરવાને લઈ હોટલના મેનેજર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Cheteshwar Pujara Father: ભારતીય ટીમનો હિસ્સો બનશે ચેતેશ્વર પુજારા, ડ્રોપ થયા બાદ પિતાએ બતાવ્યો મજબૂત ભરોસો

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 25, 2023 11:20 AM
g clip-path="url(#clip0_868_265)">