Vadodara : ડભોઇ શહેર અને તાલુકામાં વરસાદની શરૂઆત, શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા

વડોદરા જિલ્લાના ડભોઇ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં સુંદર કુવા અને લાલ બજાર આ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રસ્તા પર પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 12:06 PM

વડોદરા(Vadodara) જિલ્લાના ડભોઇ (Dabhoi)શહેર અને તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના પગલે ડભોઇ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં સુંદર કુવા અને લાલ બજાર આ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રસ્તા પર પાણી ભરાયા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. જેના પગલે આ વિસ્તારમાં પણ હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.5 ઇંચ, ધાનેરામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજયમાં અત્યાર સુધી કુલ 82.40 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાંહજુ પણ આ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે વધુ વરસાદની(Rain)આગાહી કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી રાજ્યના મોસમનો કુલ 82.40 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ઓગસ્ટ મહિના અંત સુધી રાજ્યમાં વરસાદની 49 ટકા જેટલી ઘટ હતી. જે આ 25 દિવસમાં ઘટીને હવે માત્ર 19 ટકા જેટલી જ રહી છે.

આ ઉપરાંત જો આપણે રાજ્યના પડેલા 81. 34 ટકા વરસાદની ઝોન વાઇસ સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 97.70 , ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાત 73. 28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81. 34 ટકા વરસાદ નોંધાયો છે.જેના પગલે  ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી છે

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે 27 સપ્ટેમ્બરના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું

આ પણ વાંચો : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું સમારકામ કરવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ, આંદોલનની ચીમકી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">